ગુજરાત

gujarat

ETV Bharat / state

હીરાના વેપારીઓની ગાડી પાટે ચડી, ઓગસ્ટમાં હીરા-ઝવેરાતની નિકાસમાં સંતોષકારક વુદ્ધિ - Corona's impact on the diamond market

માર્ચથી જૂન માસ દરમ્યાન વિશ્વભરમાં અલગ-અલગ સમયે લોકડાઉન થયું હતું. જેના કારણે દુનિયાભરના દેશોની નિકાસ અટકી પડી હતી, પરંતુ ફરીથી વેપારની ગાડી પાટે ચઢી રહી છે. ગત મહિને દેશમાંથી હીરા અને ઝવેરાતની નિકાસ 1764 મિલિયન ડોલર થઇ છે. દુનિયાના દેશોમાં અનલોક થતાં હીરા-ઝવેરાતની માગમાં વૃદ્ધિ નોંધાઇ છે. જેની અસર દેશના હીરા-ઝવેરાતના નિકાસના આંક પર થઇ જોઇ શકાય છે.

etv bharat
હીરા ઉદ્યોગે લીધો રાહતનો શ્વાસ : ઓગસ્ટમાં હીરા-ઝવેરાતની નિકાસ 1774 મિલિયન ડોલર

By

Published : Sep 16, 2020, 1:19 PM IST

Updated : Sep 16, 2020, 2:26 PM IST

સુરત: માર્ચથી જૂન માસ દરમ્યાન વિશ્વભરમાં અલગ-અલગ સમયે લોકડાઉન થયું હતું. જેના કારણે દુનિયાભરના દેશોની નિકાસ અટકી પડી હતી, પરંતુ ફરીથી વેપારની ગાડી પાટે ચડી રહી છે. ગત મહિને દેશમાંથી હીરા અને ઝવેરાતની નિકાસ 1764 મિલિયન ડોલર થઇ છે. દુનિયાના દેશોમાં અનલોક થતાં હીરા-ઝવેરાતની માગમાં વૃદ્ધિ નોંધાઇ છે. જેની અસર દેશના હીરા-ઝવેરાતના નિકાસના આંક પર થઇ જોઇ શકાય છે.

જીજેઇપીસીના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, દેશનો હીરા-ઝવેરાત ઉદ્યોગ આગામી સમયમાં સારા વેપાર માટે આશાવાદી છે. દુનિયાના દેશો ખાસ કરીને દેશના હીરા-ઝવેરાત માટે મોટું માર્કેટ ધરાવે છે, તે અમેરિકા, યુરોપની બજારમાં સુધારાના સંકેતો બાદ વેપાર સારો થશે. પ્રારંભિક સુધારા બાદ ગત મહિનાથી અમેરિકા, યુરોપના દેશો ઉપરાંત અન્ય દેશોમાં પણ વેપારના સારા સંકેતા જોવા મળ્યા છે.

હીરા ઉદ્યોગે લીધો રાહતનો શ્વાસ : ઓગસ્ટમાં હીરા-ઝવેરાતની નિકાસ 1774 મિલિયન ડોલર

ગત વર્ષે ઓગસ્ટ માસમાં નિકાસ 3018.22 મિલિયન યુ.એસ. ડોલર જેટલી હતી. જો કે, ચાલુ વર્ષે નિકાસમાં 41.55 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં જે પ્રકારે કોરોના મહામારીનો લીધે સમીકરણો બન્યા છે, તેને જોતાં ગત મહિને થયેલી નિકાસનો આંકડો સંતોષકારક છે. આગામી પાંચેક મહિનામાં બજાર સ્થિર થવાના સંકેત છે. વેપારમાં ઝડપથી સુધારો થશે અને નાણાંકીય વર્ષના અંત સુધીમાં સ્થિતિ રાબેતા મુજબ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Last Updated : Sep 16, 2020, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details