હીરાના નકશીકામથી સજ્જ નેક્લેસ બોલીવુડમાંથી ઇન્કવાયરી, 15000 ડાઈમંડનો હાર તૈયાર સુરતઆ શહેર એટલે હિરાની સાથે સોનાનીનગરી. કેમકે અલગ અલગ ડિઝાઇનના(Surat Crocodile Necklace) સોનાને અહીંયા ઘડવામાં આવે છે. તહેવાર પર પણ મિઠાઇની સાથે સોનાનેપણ અલગ રીતે લોકોની સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારે આ શહેર ફરી સોનાને લઇને ચર્ચામાં આવ્યું છે. બોલીવુડની સુંદરીઓ તરફથી સુરતમાં ઇન્કવાયરી (Bollywood inquiry in Surat) આવી છે કે તે પોતાના ગળામાં મગર પહેરવા માંગે છે.
ક્રોકોડાઇલ નેકલેસજ્વેલરી કંપનીએ એક ખાસ નેકલેસ(Diamond Studded Crocodile) તૈયાર કર્યું છે. જેનું નામ ક્રોકોડાઇલ નેકલેસ (Real Diamond Crocodile Necklace) છે. અને હાલ તેની ડિમાન્ડ બોલીવુડમાં સૌથી વધુ જોવા મળી રહી છે.આ નેકલેસની ખાસિયત છે કે આ 15000 રિયલ ડાયમંડ જડિત બે મગર જોવા મળે છે.
આકર્ષણનું કેન્દ્ર નેકલેસ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોનુ આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અવનવી ડિઝાઇનની જ્વેલરી મૂકવામાં આવી છે. પરંતુ આકર્ષણનું કેન્દ્ર એક એવું નેકલેસ બન્યું છે.જે સામાન્ય ડિઝાઇન ધરાવતું નથી. કારણ કે આ નેકલેસમાં એક એવા પ્રાણી જોવા મળશે. જેને કોઈએ વિચાર્યું પણ ન હશે કે તે રીયલ ડાયમંડની જ્વેલરીની શોભા બની જશે. સફેદ અને લીલા રંગના 15000 રીયલ ડાયમંડથી ક્રોકોડાઇલ નેકલેસ(Real Diamond Crocodile Necklace) તૈયાર કરવામાં આવ્યું છે.
ગળાને સુશોભિતજેમાં બે મગર સુંદર મહિલાના ગળાને સુશોભિત કરશે. સફેદ અને લીલા રંગના ડાયમંડથી જડિત મગર અને ઇયરિંગ અન્ય નેકલેસ કરતા જુદો છે. સુરતની એક ડાયમંડ જ્વેલરી બનાવનાર કંપનીએ તૈયાર કર્યા છે. જેની ડિમાન્ડ બોલીવુડ ( Necklace Inquiry Bollywood)તરફથી કરવામાં આવી રહી છે. આ નેકલેસ ની કિંમત આશરે રૂપિયા 30 લાખ જેટલી છે.
ભારતમાં એક માસ્ટર પીસકંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સમીર મહેતાએ જણાવ્યું હતું કેઅમે એક ક્રોકોડાઇલ નેકલેસ બનાવ્યું છે જે ભારતમાં એક માસ્ટર પીસ છે. 8000 જેટલા રીયલ ડાયમંડ અને 7000 કલર સ્ટોન છે. 330 ગ્રામ ગોલ્ડમાં તૈયાર છે બોલીવુડથી ઇન્કવાયરી આવી હતી. તેમની માટે આ પીસ તૈયાર કરવામાં આવ્યું છે. ડિઝાઇન કરવા પાછળ ત્રણ મહિના લાગ્યા છે. જ્યારે પ્રોડક્શનમાં બે મહિના લાગ્યા છે. આ સુરતની ફેક્ટરીમાં તૈયાર થઈછે.