મુંબઈ : મુંબઈના હીરા વેપાર કેન્દ્રમાંથી વિશ્વભરમાં હીરાની નિકાસ થાય છે. પરંતુ હવે મુંબઈમાં હીરાના વેપારીઓની આ સેન્ટ્રલ ઓફિસ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. કારણ કે સુરતના હીરાના વેપારીઓએ મળીને લગભગ 3,500 કરોડ રૂપિયા ખર્ચે સુરતમાં વિશ્વનું સૌથી મોટું હીરા વેપાર કેન્દ્ર બનાવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ મુંબઈનો હીરાઉદ્યોગ ધીરે ધીરે બંધ થઈને સુરત તરફ શિફ્ટ થઈ જશે.
હીરાઉદ્યોગના વિશ્લેષકોના મતે સુરતના હીરા બજારની મુંબઈના હીરાના વેપારીઓ પર બહુ અસર નહીં થાય. જ્યારે વિરોધીઓએ આરોપ લગાવે છે કે, મહારાષ્ટ્રમાંથી હીરાઉદ્યોગને ગુજરાતમાં લઈ જવાનું આ સરકારનું ષડયંત્ર છે. સુરત ઘણા વર્ષોથી હીરાઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતું છે. સુરતના હીરા દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. પરંતુ આ હીરાની વિદેશમાં નિકાસ કરવા માટે સુરતમાં કોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાથી મુંબઈથી આ કારોબાર થઈ રહ્યો છે.
સુરતમાં હીરાનું ઉત્પાદન થતું હોવા છતાં સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપાર મુંબઈના માધ્યમથી કરવામાં આવે છે. પરંતુ હવે સુરતમાં સુરત ડાયમંડ બોર્સ નામનું મોટું ટ્રેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા વેપારીઓએ મુંબઈ છોડીને સુરત જવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સુરતના વેપારીઓને વિશ્વના વિવિધ દેશોમાં હીરા મોકલવા માટે મુંબઈમાં અલગ ઓફિસ સ્ટાફ રાખવો પડતો હતો.
મુંબઈ તો આખરે મુંબઈ છે. સુરતમાં બની રહેલી ડાયમંડ બોર્સ બિલ્ડિંગ વિશ્વભરના હીરાના વેપારીઓ માટે ફાયદાકારક છે. મુંબઈના હીરાઉદ્યોગ પર આનાથી વધુ અસર નહીં થાય. જોકે સુરત એરપોર્ટ પરથી હજુ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ નથી, પરંતુ તે ધીરે ધીરે થશે. -- હાર્દિક હુંડિયા (હીરાઉદ્યોગના વિશેષજ્ઞ)
પરંતુ હવે સુરતના ડાયમંડ બોર્સમાં હીરાના વેપારીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરત એરપોર્ટ પરથી ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ થશે. સુરત ડાયમંડ બોર્સ કમિટીના સભ્ય દિનેશ નાવડિયાએ માહિતી આપી છે કે, સુરતના હીરાના વેપારીઓ હવે મુંબઈને બદલે સુરતમાંથી જ વિશ્વભરમાં હીરાનો વેપાર કરી શકશે. જોકે હીરાઉદ્યોગ સુરતમાં શિફ્ટ થવાથી મુંબઈમાં કામદારોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. દર વર્ષે અંદાજે 80 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ હીરાઉદ્યોગથી મહારાષ્ટ્ર સરકારના ટેક્સમાં પણ કરોડો રૂપિયાની આવક થતી હતી.
મુંબઈનો હીરાઉદ્યોગ સુરતમાં શિફ્ટ થવા અંગે NCP નેતા સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું છે કે, મુંબઈનો હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે ગુજરાતમાં જઈ રહ્યો છે. ઘણા હીરાના વેપારીઓ મુંબઈથી સુરતના ડાયમંડ બોર્સ બિલ્ડિંગમાં શિફ્ટ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રનો મહત્વનો ઉદ્યોગ વિદેશમાં જઈ રહ્યો છે. તેથી જ ભાજપ સતત મુંબઈનું મહત્વ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન તેમની ઔદ્યોગિક નીતિમાં ક્યાં ભૂલો કરી રહ્યા છે ? આની સમીક્ષા કરવી ખૂબ જ જરૂરી છે.
હીરાઉદ્યોગના વિશેષજ્ઞ હાર્દિક હુંડિયાના જણાવ્યા અનુસાર, સુરતમાં બની રહેલી ડાયમંડ બોર્સ બિલ્ડિંગ વિશ્વભરના હીરાના વેપારીઓ માટે ફાયદાકારક છે. જોકે મુંબઈના હીરાના વેપારીઓને આની કોઈ અસર થશે એવું લાગતું નથી. મુંબઈના ઓપેરા હાઉસમાં ઘણાં હીરાના વેપારીઓ કોમર્શિયલ લોન લઈને બિઝનેસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ સુરતમાં ઓફિસ રાખીને વ્યાપાર કરી શકે છે. હાર્દિક હુંડિયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સંભવિત સ્થળાંતર માટે ભારત ડાયમંડ બોર્સની સમિતિ જવાબદાર છે.
- Payment Freeze : અમેરિકન સરકારે સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીનું 26 મિલિયન ડોલરનું પેમેન્ટ ફ્રીઝ કર્યુ
- Surat Diamond Industry : હવે અમેરિકાએ મૂકી નવી શરત, હીરાવેપારીઓમાં છવાઇ ચિંતા