સુરત: સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા જીઆઇડીસીમાં સવારે 7:00 વાગ્યાના અરસામાં એમ્બ્રોઈડરીના કારખાનું અચાનક જ 3 સેકન્ડમાં ધરાશાયી થઈ ગયું હતું. કારખાનું પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ આર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. જીઆઇડીસી ખાતે આ બિલ્ડિંગમાં એમ્બ્રોઈડરીના કારખાનું હતું. કારખાનું જર્જરીત હતું. કારખાનાની અંદર કારીગરો નીકળી જ રહ્યા હતા કે તે દરમિયાન બેથી ત્રણ સેકન્ડમાં આખું કારખાનું ધરાશાયી થઈ ગયું હતું.
Surat News: સુરતમાં એમ્બ્રોઈડરીનું કારખાનું પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું, માત્ર 3 સેકન્ડમાં જ ધરાશાયી - factory at Katargam GIDC in Surat
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બે માળનું એમ્બ્રોઈડરીનું કારખાનું માત્ર 3 સેકન્ડમાં જ ધરાશાયી થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. બે માળનું કારખાનું પત્તાના મહેલની જેમ ત્રણ સેકન્ડમાં તૂટતા છ કારીગરો દોડીને બહાર આવી ગયા હતા. આ ઘટનામાં કોઈ નુકસાન નથી.
Published : Nov 2, 2023, 2:14 PM IST
કટમાડ પડવાની શરૂઆત થઈ: આ ઘટનામાં પ્રત્યક્ષદર્શી સકીચંદ સહાનીએ જણાવ્યું હતું, આ ઔદ્યોગિક વિસ્તાર છે. આ બિલ્ડિંગમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ચાલે છે. જર્જરિત અવસ્થામાં હતું. સવારે 7:00 વાગ્યે અચાનક જ બિલ્ડિંગમાંથી ધીમે ધીમે કડમાડ પડવાની શરૂઆત થઈ હતી. ઘટનાની જાણ થતા બિલ્ડિંગમાંથી તમામ કારીગરો બહાર નીકળવા લાગ્યા હતા. ત્રણ સેકન્ડમાં આખું કારખાનું ધારાશાહી થઈ ગયો હતો. ત્યારબાદ અંદર જે છ લોકો હતા. તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. લારી ગલ્લા અને પૂરી શાક બનાવવામાં આવે છે તે પણ આ ઘાટમાલની નીચે દબાઈ ગયા હતા.
જીઆઈડીસીને જાણ કરવામા આવી હતી: જ્યારે બીજી બાજુ કતારગામ જીઆઇડીસી એસોસિએશનના સભ્ય ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "કતારગામ જીઆઇડીસી ની અંદર આ બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે. અમે જીઆઇડીસી ને એક વર્ષ પહેલા જાણ કરી હતી હતી કેબિલ્ડીંગ જર્જરિત છે અને તેને રિપેર કરવાની જરૂરી છે. આ ધટના ના કારણે 9 મશીન દબાઈ ગયા છે આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન છે. અમને ખાતા સંચાલકોએ બે મહિના જાણ કરી હતી. દિવાળી બાદ તેઓ આ ખાતા ખાલી કરવાના હતા."