સુરત: જિલ્લામાં 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાવવાની છે. આ વચ્ચે ભાજપ -કોંગ્રેસ દ્વારા જંગી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણી રૂપાણી સરકાર સામે ભારે ચાબખા કર્યા હતા. નાયબ પ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ જણાવ્યું કે લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે. સત્તાના મતમાં ભાન ભૂલી ગયેલા કોઈ પણ ચમરબંધિ હોય તેના અહંકારને ઉઘાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મતથી મારજો ચપ્પલથી નહીં.
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે લોકશાહીમાં.. - By-election campaign
સુરત: જિલ્લામાં 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાવાની છે. આ વચ્ચે ભાજપ -કોંગ્રેસ દ્વારા જંગી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
![નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે લોકશાહીમાં.. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાણાનીએ જણાવ્યું, સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9325691-704-9325691-1603782387237.jpg)
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાણાનીએ જણાવ્યું, સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાણાનીએ જણાવ્યું, સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું
નાયબ પ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ આડકતરી રિતે ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે,લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે. સત્તાના મતમાં ભાન ભૂલી ગયેલા કોઈ પણ ચમરબંધિ હોય તેના અહંકારને ઉઘાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મતથી મારજો.