ગુજરાત

gujarat

By

Published : Mar 12, 2023, 3:38 PM IST

ETV Bharat / state

DGP cup cricket tournament in Surat: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત ખાતે DGP કપમાં આપી હાજરી, પોલીસકર્મીઓ સાથે રમ્યા ક્રિકેટ

સુરતમાં ગુજરાત પોલીસ દ્વારા શહેરના લાલબાઈ સ્ટેડિયમ ઉપર રાજ્ય ગૃહપ્રધાનના હસ્તે 16 મી ડીજીપી કપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આ સમારોહમાં તમામ પોલીસ કર્મચારીઓને ઉત્સાહ વધારવા માટે પોતે પણ થોડી વાર માટે ક્રિકેટ રમ્યા હતા. તે ઉપરાંત આ ક્રિકેટ મેચને પોતાની એક ટીમ સ્પિરિટ વધારે તે માટે પોલીસ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા.

dgp-cup-cricket-tournament-in-surat-harsh-sanghvi-attended-and-played-cricket
dgp-cup-cricket-tournament-in-surat-harsh-sanghvi-attended-and-played-cricket

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત ખાતે DGP કપમાં આપી હાજરી

સુરત:સુરતમાં ગુજરાત પોલીસ દ્વારા શહેરના લાલબાઈ સ્ટેડિયમ ઉપર રાજ્ય ગૃહ પ્રધાનના હસ્તે 16 મી ડીજીપી કપનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને રેન્જમાંથી કુલ 18 ટીમોએ ભાગ લીધો છે. તમામ ટીમો દ્વારા ગ્રાઉન્ડ ઉપર પરેડ માર્ચ કરી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારી ઓને ઉત્સાહ વધારવા માટે પોતે પણ થોડી વાર માટે ક્રિકેટ રમ્યા હતા.

16 મી ડીજીપી કપનું આયોજન કરવામાં આવ્યું

લોકોનો માન્યો આભાર:આ પ્રસંગે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કે, આજે હું એક રાજ્યના ગૃહ પ્રધાન નહીં પરંતુ શહેરના નાગરિક તરીકે તમારું સ્વાગત કરું છું. તમે સૌ લોકો મારાં શહેરના મેહમાન તો બન્યા જ છો પરંતુ મારાં જ મત વિસ્તારમાં આપ સૌ લોકો મેહમાન બન્યા છો તેથી હું આપનું સ્વાગત કરું છું. તેમને વધુમાં જણાવ્યું હતું કે મને આ ઉદ્ઘાટન કરવાનો મોકો મળ્યો તે સૌભાગ્યની વાત છે.

પોલીસકર્મીઓ સાથે રમ્યા ક્રિકેટ

આ પણ વાંચોPM Modi visit Karnataka: PM નરેન્દ્ર મોદીએ બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું

એસઆરપી જવાનો માટે યોજના: તેમને વધુમાં જણાવ્યું થયુ કે ગૃહ વિભાગ દ્વારા આપણા ગુજરાતના એસઆરપી જવાનો માટે એવી યોજનાઓ લાવીએ છીએ જે થકી જે એસઆરપીના સેન્ટરો છે ત્યાંના જે પોલીસ જવાનો અને અધિકારીઓ નોકરી ઉપર તેમની પોસ્ટિંગ ત્યાં છે. તે લોકોને પોતપોતાની ગમતી રમતોમાં ટ્રેનિંગ મળી રહે તે માટે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવી યોજના બનાવવામાં આવી રહી છે. તે યોજના રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જલ્દીથી અમલમાં મુકવામાં આવશે.

આ પણ વાંચોરેલવે-એરપોર્ટની જેમ અંબાજીમાં ચીક્કીનો કોન્ટ્રાકટ પણ મિત્રને નથી અપાયો ને, ચાવડાનું નિવેદન

ટીમ સ્પિરિટ મહત્વની: તેમને વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટની જેમ જ પોલીસ જવાનો પણ સ્પિરિટ સાથે કામ કરે અને શ્રેષ્ઠ કામ કરે. ક્રિકેટમાં જેમ દરેક ખેલાડીનો મહત્વનો રોલ છે તેમ દરેક સ્તરના પોલીસ કર્મીઓનો મહત્વનો રોલ છે. આપ સૌને વિનંતી છે કે માત્ર આ રમતને આ કપ જીતવા માટે નહીં પરંતુ ટીમ સ્પિરિટ માટે સૌથી સારું ઉદાહરણ આપણી આ ક્રિકેટમાંથી મેળવીને આપણી પોલીસ ટીમની અંદર એક ટીમ સ્પિરિટથી કરવાની ભાવનાઓ જાગૃત કરીએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details