ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના શિવ મંદિરોમાં નિયમોના પાલન સાથે ભક્તોને અપાઇ રહ્યો છે દર્શનનો લાભ - સેનિટાઈઝર

આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં સુરતના શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં. જો કે, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દર્શન માટે આવતા ભક્તોની હાજરી પાંખી જોવા મળી હતી. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સુરતના મંદિરોમાં નિયમોનું પાલન સાથે ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. જો કે, મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થવાની શક્યતાને પગલે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નિયમોના પાલન સાથે ભક્તોને અપાઇ રહ્યો છે દર્શનનો લાભ
નિયમોના પાલન સાથે ભક્તોને અપાઇ રહ્યો છે દર્શનનો લાભ

By

Published : Jul 21, 2020, 1:13 PM IST

સુરત: ભગવાન શિવની આરાધના કરવાનો અનેરો અવસર એવા પવિત્ર શ્રાવણ માસનો આજે મંગળવારથી પ્રારંભ થયો છે. છેલ્લા એક મહિના સુધી ચાલનારા શ્રાવણ માસને પણ આ વખતે કોરોનાનું ગ્રહણ નડ્યું છે. જેના પગલે કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જ્યારે કેટલાક મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તંત્રની કડક ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની સાથે ભક્તોને દર્શન લાભ આપવામાં આવી રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આશરે 500 વર્ષ જૂના પૌરાણિક ભીડ ભંજન મહાદેવ મંદિરમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ચુસ્ત પાલન સાથે ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ મંદિરમાં સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શિવ મંદિરોમાં નિયમોના પાલન સાથે ભક્તોને અપાઇ રહ્યો છે દર્શનનો લાભ

જો કે ભક્તોના ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી ભક્તો આ વખતે જળાભિષેક અને બિલ્લીપત્ર ચઢાવવાથી વંચિત રહ્યાં છે. માત્ર એકત્ર કરેલા દૂધ અને બિલીપત્ર પૂજારી દ્વારા એકસાથે ભગવાન શિવને અર્પણ કરવામાં આવી રહ્યું છે. જેથી ભક્તોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય, તો સાથે જ આ વખતે ભજન કીર્તન સહિત યજ્ઞ જેવા કાર્યક્રમો વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી રદ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details