સુરત: સુરત શહેરમાં 9 વર્ષીય દેવાંશીએ દીક્ષા લીધી છે. સુરતના અઠવાલાઇન્સ માર્ગ પર દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. સુરતના જાણીતા હીરા ઉંધિયોગપતિ સંઘવી પરિવારની દીકરી દેવાંશીએ દીક્ષા લઈને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે.મંગળવારે હીરા ઉદ્યોગપતિની દીકરી દેવાંશીની ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. બુધવારે મંગલ પ્રભાતે તે દીક્ષા વિધિ થશે.
હીરાના વેપારીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી દીક્ષા સમારોહ રાણીના ઠાઠમાઠ જેવો: સુરતની આ દીકરીનો દીક્ષા સમારોહ રાણીના ઠાઠમાઠ જેવો ભવ્ય બની રહ્યો. દેવાંશી સંઘવીએ 35 હજાર જેટલા લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી.
દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં થયો કોણ છે આ દીકરી દેવાંશી:દેવાંશીના પિતા ધનેશ સંઘવી ડાયમંડ ઉદ્યોગપતિ છે. માતા અમીબેન એના જન્મ બાદ તરત જ નવકાર સંભળાવ્યો હતો અને એ પછી અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના કાન અને જીવનને પવિત્ર કરતા રહ્યા. ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા. આ ઉપરાંત એણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યા હા, આટલી ઉંમરમાં તેણે 10-12 નહિ પણ પૂરા 367 દીક્ષાના દર્શન કર્યા છે.
દેવાંશીને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ દેવાંશી પાંચ ભાષાની જાણકાર: દેવાંશી પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે. તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે.
દેવાંશી સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારતનાટ્યમમાં પણ નિપુણ દેવાંશી ભારત નાટ્યમમાં નિપુણ: દેવાંશી સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારતનાટ્યમમાં પણ નિપુણ છે. યોગના અનેક આસાન કરી જાણે છે. આમ સર્વગુણ સંપન્ન અને દોમ દોમ સાહ્યબી છોડીને દેવાંશી પુષ્કળ અભ્યાસ બાદ દીક્ષા માર્ગે જઈ રહી છે. એણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યા.
14મી જાન્યુઆરીએ વેસુના બલર ફાર્મમાં દીક્ષા ઉત્સવ: બહુમુખી પ્રતિભાશાળી ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તેમજ ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની બહુમુખી પ્રતિભાશાળી દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ તારીખ 14મી જાન્યુઆરીએ વેસુના બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ચોથા દિવસે મંગળવારે સવારે 9.30 કલાકથી અઠવા ગેટ ચોપાટી પાસે ભવ્યાતિભવ્ય વર્ષીદાનની યાત્રાનો આરંભ થયો હતો. જે રાજમાર્ગો પર ફરીને દીક્ષા સ્થળે પહોંચ્યો હતો.
જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો ધામધૂમથી દીક્ષા મહોત્સવ: 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા ઐતિહાસિક વરઘોડાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ 1 લાખ આંખોએ વરઘોડો નિહાળ્યો હતો. અતિ જાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા અને વિવિધ સંગીતના સુરોની રેલમ છેલમ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનના પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતા હતા.
દેવાંશી પાંચ ભાષાની જાણકાર છે માર્ગમાં ચાર જગ્યાએ વર્ષીદાન: દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યા હતા અને હૈયાના ઉછળતા ભાવ સાથે વર્ષિદાન કરી રહ્યા હતા. માર્ગમાં ચાર જગ્યાએ વર્ષીદાન થયું હતું. જ્યારે ત્રણ જગ્યાએથી નાના વરઘોડા મુખ્ય વરઘોડા સાથે મળ્યા હતા. જેથી વરઘોડો વધુ ભવ્ય બન્યો હતો. વરઘોડો અઠવા ગેટથી લાલ બંગલા, પાર્લે પોઇન્ટ, પીપલોદ, રાહુલ રાજ મોલ થઇ બલર ફાર્મ બપોરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયા હતા.
પિતાની કંપનીનું વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર પિતાની કંપનીનું વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર:દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.