- કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન
- સુરતમાં તેની અસર નહિવત અસર જોવા મળી રહી છે
- APMC માર્કેટ બંધ કરવા પહોંચેલા કાર્યકર્તાઓની અટકાયત
સુરતઃકૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ હતું. સુરતમાં તેની અસર નહિવત જોવા મળી રહી છે. તેમ છતાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ વહેલી સવારે APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા. આશરે 10 જેટલા વહેલી સવારે APMCમાર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા.
ખેડૂત આગેવાનોની અટકાયત
ખેડૂત કાયદાને લઈ દેશભરમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ખેડૂત સમાજ પણ ટેકો જાહેર કર્યો હતો પરંતુ સુરત પોલીસે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલની અટકાયત કરી હતી. સુરત કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો હતો અને વહેલી સવારે APMCમાર્કેટ ખાતે કોંગ્રેસના કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ APMCમાર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા. જ્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત અને તમામની અટકાયત કરવામાં આવી હતી.