ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાતની ચોરીનો મામલો ઉકેલાયો, જાણો આરોપી મહિલા કોણ છે - બાળકની ચોરી કરનાર મહિલા ઝડપાઇ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા નવજાત બાળકને એક અજાણી મહિલા લઈ ફરાર ( Child theft from Surat New Civil Hospital ) થઈ ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસ અને જિલ્લાની પોલીસની ( Surat Police ) મદદથી બાળક ચોરી કરનાર મહિલાને ઝડપી ( Detention of a woman who theft baby ) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાતની ચોરીનો મામલો ઉકેલાયો, જાણો આરોપી મહિલા કોણ છે
સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાતની ચોરીનો મામલો ઉકેલાયો, જાણો આરોપી મહિલા કોણ છે

By

Published : Nov 17, 2022, 9:12 PM IST

સુરતસુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલા નવજાત બાળકની ચોરીની ઘટના ( Child theft from Surat New Civil Hospital ) સામે આવતા હોસ્પિટલનું તંત્ર અને સ્થાનિક પોલીસ કાફલો દોડતો( Surat Crime ) થઈ ગયો હતો. આ મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરી દેવામાં આવ્યા હતાં. તે ઉપરાંત પોલીસ (Surat Police ) દ્વારા હોસ્પિટલમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

બાળકની ચોરી કરનાર મહિલા ઝડપાઇ આ મામલે પોલીસે સતત બે દિવસ સુધી નવજાત બાળક અને મહિલા ની શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે એક બાદ એક કડી જોડી કડોદરા સુધી પહોંચી હતી. છેવટે બાળક ચોરનાર મહિલા કડોદરામાં જોવા મળી હતી. અંતે પોલીસે જિલ્લા પોલીસની મદદથી આ મહિલા અને નવજાત બાળકને કડોદરામાં આવેલ પલસાણાના જોલવા ગામમાંથી શોધી ( Detention of a woman who theft baby ) લીધાં હતાં. નવજાત બાળક અને મહિલા મળી આવતા પોલીસે (Surat Police ) રાહતનો દમ લીધો હતો. બાળકની તમામ પ્રકારની ડોક્ટરી તપાસ કરવામાં આવી છે. બાળક સ્વસ્થ છે.

બાળકની તબીબી તપાસ આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે જણાવ્યું કે, આ આજે બાળક મળી આવ્યું છે અને તેમની માતાને આપી દેવામાં આવ્યું છે. જોકે તે પહેલા બાળકની તમામ પ્રકારની તબીબી તપાસ કરવામાં આવી છે. બાળક સ્વસ્થ છે. હવે પછી આવી કોઈ ઘટના ન બને ( Child theft from Surat New Civil Hospital )તે માટે સિવિલ હોસ્પિટલના તમામ ગેટના સિક્યુરિટી ગાર્ડને આ મામલે સૂચના આપી દેવામાં આવી છે.

મહિલાએ બાળક કેમ કર્યું ચોરીસૂત્રો માહિતી અનુસાર નવજાત બાળકને શોધવા માટે ખટોદરા પોલીસ, જિલ્લા પોલીસ અને સાથે પોલીસની શી ટીમ, ટેક્નિકલ ટીમ અને જિલ્લા પોલીસની ક્યુઆરટી ટીમ (Surat Police ) કામે લાગી હતી. જોકે આજે બપોરે જિલ્લા પોલીસને આ મહિલા નવજાત બાળક સાથે મળી ( Detention of a woman who theft baby ) આવી હતી. ચોરી કરનાર મહિલાની પણ થોડા મહિનાઓ પહેલા મિસડિલિવરી થઈ હતી જેથી બાળક ન હોવાથી બાળકની ચોરી ( Child theft from Surat New Civil Hospital ) કરી હતી. આ મહિલાનું નામ અંકિતા બતાવાયું છે અને તેઓ યુપીવાસી છે. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details