- કોરોના દર્દીની સારવાર દરમિયાન થયા હતા સંક્રમિત ડૉ.રાજન કથીરિયા
- સંક્રમિત હોવા છતાં કરી રહ્યા હતા દર્દીઓની સારવાર
- ડૉ.રાજન કથીરિયાએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો
સુરતઃ દેશમાં કોરોના જેવી જીવલેણ વાઇરસની એન્ટ્રી થઈ છે, ત્યારે પોતાના પરિજનોથી દૂર રહી ડૉક્ટરોએ લોકોની સેવા કરી રહ્યા છે. આવાજ સુરતના એક ડૉક્ટર પોતે પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જેઓ કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા પોતે કોરોના સંક્રમિત થયા અને સરકારી હોસ્પિટલમાં જ દાખલ થઈ પોતાની સારવાર દરમિયાન જ અન્ય દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા.
સુરતના રાજન કથીરિયા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ
એક વર્ષથી કોરોના સંક્રમણના કારણે દેશ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે પરંતુ ડૉક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કરના કારણે સ્થિતિ હંમેશાથી કાબૂમાં રહી છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર છેલ્લા એક વર્ષથી ડૉક્ટરો દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એવા જ એક ડૉક્ટર સુરતના રાજન કથીરિયા છે. તેઓ એમડી મેડિકલ ફિઝિશિયન છે અને સાથો સાથ સુરતના સિવિલ હોસ્પિટલમાં સહ અધ્યાપક પણ છે. જ્યારે પ્રથમવાર કોરોના સંક્રમણ સુરતમાં પીક પર હતું, ત્યારે તેઓએ હજારોની સંખ્યામાં કોરોના દર્દીઓની સારવાર કરી હતી અને તે દરમિયાન તેઓ પોતે પણ કોરોના પોઝિટિવ થયા હતા પરંતુ કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ સારવાર લેવાને બદલે તેઓ જ્યાં અત્યાર સુધી કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. તે જ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો હતો.