- મેટ્રો રેલ રૂટ માટે ટેન્ડર્સ મંજૂર
- મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે
- વડાપ્રધાનના હસ્તે મેટ્રો રેલનું ખાતમુહૂર્ત બાદ કામગીરીનો આરંભ થયો
સુરત : મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. આ સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઇન્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન પૂરું થશે કે, તરત જ આ ડિઝાઇનન્સ આખરીઓપ આપી દેવામાં આવશે. ડિઝાઇન એટલા માટે તૈયાર કરવામાં આવી રહી છે કે જેથી મેટ્રો રેલની કામગીરી ઝડપી બની શકે.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી શરુ
ગત 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તેવા સુરત માટે અતિ મહત્વ અને ડ્રીમ પ્રોજેક્ટ માટે પ્રથમ પેઢી એટલે સરથાણાથી ડ્રીમસિટીના 21.61 કિલોમીટરના રૂટ પૈકી લાડકી ડ્રીમ સિટી સુધીના 11.6 KMના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇપુલ સુધીના 10 કિલોમીટરના રૂટ માટે ટેન્ડરો મંજૂર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે. વડાપ્રધાનના હસ્તે મેટ્રોનું ખાતમુહૂર્ત થતા જ કામનું શ્રીગણેશ પણ કરી દેવામાં આવ્યું છે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. આ સાથે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટેની ડિઝાઇન પણ તૈયાર થઈ રહી છે.