સુરતજિલ્લાના મહુવા તાલુકામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં (Department of Mines and Minerals action in Surat) દોડધામ મચી ગઈ હતી. સુરતની ટીમે ડ્રોન મારફતે અહીં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન મહુવરીયા ગામમાંથી ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી.
મુદ્દામાલ કબજે કરાયોમહુવા તાલુકાનાં મહુવરીયા ગામમાં અંબિકા નદીમાં રેતી ખનનની પ્રવૃત્તિ પર (Sand mining activity in Surat) ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ભૂસ્તર વિભાગ (Geological Department Surat) દ્વારા સ્થળ પરથી 3 યાંત્રિક નાવડી અને એક ટ્રક મળી કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
ડ્રોનથી કરવામાં આવી હતી કાર્યવાહીભૂસ્તર વિજ્ઞાન (Geological Department Surat) અને ખનીજ કચેરીની તપાસ ટીમે (Sand mining activity in Surat)મહુવા વિસ્તારમાં ડ્રોન પદ્ધતિ વડે દરોડા પાડ્યા હતા. તેમાં મહુવરીયા ગામથી પસાર થતી અંબિકા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવાનું તપાસ ટીમને ધ્યાને આવ્યું હતું. સ્થળ પર જઈ તપાસ કરતાં રાકેશભાઈ ધનસુખભાઈ પટેલ (રહે. વહેવલ, તા. મહુવા, જી.સુરત), દિવ્યેશ ગિરિશભાઈ પટેલ (રહે વલવાડા, તા. મહુવા, જી.સુરત) અને રાહુલ અરવિંદ પટેલ (રહે વહેવલ, તા. મહુવા, જી.સુરત) દ્વારા રેતીનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું.