મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાનીમા મળેલી બેઠકમા દર સપ્તાહના શનિવારના દિવસે દ્રાય ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પહેલા જ શનિવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 4 હજાર જેટલા ઝુંપડાઓમા તપાસ કરવામા આવી હતી અને જ્યાં પણ મચ્છર જન્ય સ્પોર્ટ મળ્યા હોય તેનો દવા છંટકાવ કરી નાશ કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નર, આરોગ્ય કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓ પોતાના વિસ્તારોમા જઇ ડેન્ગ્યુ કઇ રીતે ફેલાય છે. તેમજ તેને કઇ રીતે અટકાવી શકાય તે અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે.
સુરતમાં કમોસમી વરસાદના પગલે ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો - Increase in dengue cases in Surat
સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણમા પલટો તથા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ડેન્ગ્યુના કેસોમા ધરખમ વધારો જોવા મળ્યો છે. જે રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેને લઇને આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.
જે પૈકી 268 લોકોને ડેન્ગ્યુ હતો. તો ચાલુ વર્ષે આ આંકડો વધીને 2300 પર પહોંચ્યો છે. જે પૈકી 270 લોકોને ડેન્ગ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. ચાલુ વર્ષે નવેમ્બર માસની જો વાત કરીએ તો 390 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે તો તે પૈકી 70 જેટલા કેસો ડેન્ગ્યુના બહાર આવ્યા હતાં.
છેલ્લા એક મહિનાથી જે રીતે વાતાવરણમા પલટો જોવા મળી રહ્યો છે, તેમજ કમોસમી વરસાદના કારણે આરોગ્ય તંત્રની ચિંતામા વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના કેસોમા સતત વધારાના પગલે મનપા દ્વારા સપ્તાહમા એક વાર ડ્રાય ડે ની શરુઆત કરવામા આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર, આરોગ્ય કમિશ્નર સહિતના પદાધિકારીઓ લોકોને ડેન્ગ્યુ અંગે જાણકારી આપશે અને કઇ રીતે અટકાવી શકાય તે અંગે માહિતગાર કરશે. હાલ જે રીતે ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે તે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આરોગ્ય વિભાગની ટીમ ડેન્ગ્યુના કેસોને અટકાવવામા સફળ રહે છે કે કેમ તે અંગે જોવુ રહ્યું.