ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન, ડુમસમાં ટીપી રોડ ખોલવા માટે કાર્યવાહી - Demolition of Indraraj farm of former

સુરતના ડુમસમાં ટીપી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. સુરતના ડુમસમાં ટીપી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે.

demolition-of-indraraj-farm-of-former-surat-woman-mla-zankhana-patel
demolition-of-indraraj-farm-of-former-surat-woman-mla-zankhana-patel

By

Published : Jun 21, 2023, 5:18 PM IST

‘ઈન્દ્રરાજ’ ફાર્મનું ડિમોલેશન

સુરત:મહાનગર પાલિકા દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય જંગના પટેલના ફાર્મ હાઉસનું ડિમ્યુલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડુમસ ગામથી એરપોર્ટને જોડતો રસ્તો ખુલ્લો કરવા માટે મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝંખના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવા પાછળનું કારણ હતું કે, તેઓના ફાર્મ હાઉસ ટીપીના રસ્તા રેખાની અસરમાં આવતો હતો.

ફાર્મ હાઉસનું ડિમોલેશન: સુરત શહેરના ટીપી સ્કીમ 78 માં એરપોર્ટ અને ડુમ્મસ ગામ ને જોડતો ટીપી રોડ ખુલ્લો કરવા માટે સુરત મહાનગર પાલિકાએ ભાજપના પૂર્વ ધારાસભ્યના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન કર્યું છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ રેખાની અસરમાં આવતું હોવાના કારણે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. ડિમોલેશન કરવા માટે ઝંખના પટેલએ પોતે સહમતથી આપી હતી. ઝંખના પટેલની સંમતિ મળ્યા બાદ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

'પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીપી સ્કીમની રેખામાં ફાર્મ હાઉસના કેટલાક ભાગ આવી રહ્યા છે અને તેને ડિમોલેશન કરવું પડશે. જેથી હું સહમતિ આપી હતી કે તેઓ નિયમ મુજબ ડિમોલેશન કરે. ફાર્મ હાઉસનું કેટલાક ભાગ રસ્તાની અસરમાં આવે છે. જેથી હું સહમતિ આપી આ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતુ.' -ઝંખના પટેલ, પૂર્વ ધારાસભ્ય

માતા- પિતાના નામ પર ફાર્મ હાઉસનું નામ:ઉલ્લેખનીય છે કે જંખના પટેલ સુરતના ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નહોતી તેમની જગ્યાએ સંદીપ દેસાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. જમતા પટેલ પૂર્વ ધારાસભ્ય રાજાભાઈ પટેલની પુત્રી છે.. તેમના અવસાન બાદ ભાજપએ જંખના પટેલને ટિકિટ આપી હતી. તેમના પિતા રાજા પટેલ અને માતા ઇન્દુબેન પટેલ ના નામથી આપવામાં આવશે નું નામ ઇન્દ્રરાજ રાખવામાં આવ્યું હતું.

રસ્તો ખુલ્લો કરવા માટે ખાતમુહૂર્ત:અગત્યની વાત છે કે જ્યારે ઝંખના પટેલ ધારાસભ્ય હતા ત્યારે તેઓએ જ ટીપી સ્કીમ 78 માં ડુમ્મસ અને એરપોર્ટને જોડતો આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી માટે ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આજે ટીપી સ્કીમમાં તેમનું પોતાનું જ ફાર્મ હાઉસ આવ્યું છે. કામગીરી પૂર્ણ થયા બાદ તેઓએ કમ્પાઉન્ડ વોલ પણ બનાવી દીધો છે.

  1. Roof collapsed In Rath Yatra : અગાશી તૂટવાની દુર્ઘટનાના મૃતકના પરિવારને સીએમ ભૂપેન્દ્ર પટેલે સહાય જાહેર કરી, 4 લાખ આપશે
  2. Ahmedabad News : અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અધુરા રહેલા વિકાસના કામોની સમીક્ષા કરી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details