ખેડૂતોની માંગઃ 'ડાંગર માટે ટેકાના ભાવ ભારત સરકાર ચૂકવે' - ડાંગરના ભાવો સરકાર ચૂકવે તેવી માંગ
સુરતમાં વેપારીઓએ ટેકાના ભાવ કરતા ઓછાં ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં 9 લાખથી વધુ ડાંગરની ગુણીનો જથ્થો જમા થયો છે.
સુરત
સુરતઃ અતિવૃષ્ટિ, ધોધમાર વરસાદ અને હવે વેપારીઓની રીંગના કારણે ખેડૂતો પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં મુકાયા છે. વેપારીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સહકારી મંડળીઓમાં 9 લાખથી વધુ ડાંગરની ગુણીનો જથ્થો જમા થયો છે.