- યુરોપિયન દેશોમાં કોલસાના ભાવમાં 7થી 8 ટકાનો વધારો
- ભાવવધારાની અસર સુરતના પ્રોસેસ અને ડાયના હાઉસ ઉપર
- સુરતના ટેકસટાઈલ પ્રોસેસર્સ તેમજ ડાઈંગ મિલો દ્વારા કોલસાની આયાત
સુરતઃ દિવાળી પહેલાથી આયાતી કોલસાની અછત વર્તાવાની શરૂ થઈ હતી. દરમિયાન ઇન્ડોનેશિયાની માઇનિંગ કંપની દ્વારા થોડા સમય પૂરતો કોલસાના ભાવમાં ઘટાડો કર્યા બાદ હવે યુરોપના દેશમાં કોલસાની માગ વધતા કોલસાના ભાવમાં 7થી 8 ટકાનો વધારો કર્યો છે. સુરતના ટેકસટાઈલ પ્રોસેસર્સ(Textile processors of Surat) તેમજ ડાઈંગ મિલો દ્વારા કોલસાની આયાત કરાતી હોય પ્રોસેસિંગના જોબ ચાર્જમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે.
કોલસાના ભાવમાં 7થી 8 ટકાનો વધારો કરવામાં આવ્યો
યુરોપમાં શિયાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ગગડતો હોય છે. માઇનસ સુધી તાપમાન જતું રહેતા યુરોપમાં લોકો ઘરમાં કોલસા સગડીનો ઉપયોગ કરતા હોય છે. દરમિયાન હાલ યુરોપ સહિત ઠંડા પ્રદેશોમાં કોલસાની ડિમાન્ડ વધી છે દરમિયાન માઇનિંગ કંપનીઓ(Mining company) દ્વારા કોલસાના ભાવમાં 7થી 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાથી આયાત થતાં કોલસાના ભાવમાં થયેલા 7થી 8 ટકાના ભાવવધારાની અસર સુરતના પ્રોસેસ અને ડાયના હાઉસ ઉપર પડી રહી છે. કાપડ ઉપર પ્રોસેસિંગ અને ડાઈગ કરતા હાઉસો કોલસાના ભાવ વધારાને પગલે જોબ ચાર્જમાં વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે.