ગુજરાત

gujarat

By

Published : Dec 10, 2019, 11:15 PM IST

ETV Bharat / state

સુરતમાં ફિલ્મ 'પાણીપત' પર પ્રતિબંધ લગાવવાની માગ

સુરત: બોલિવુડ ફિલ્મ પાણીપત પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે સુરત રાજસ્થાન સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે, ફિલ્મમાં જે પાત્રો દર્શાવવામાં આવ્યા છે, જેને તોડી-મરોળીને રજૂ કરવામાં આવ્યા છે. જે માટે બહારથી ફન્ડિંગ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. અને ભારતીય સંસ્કૃતિને અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે.

સુરત
etv bharat

દેશભરના સિનેમાઘરોમાં બૉલીવુડ ફિલ્મ "પાણીપત" રીલિઝ થઈ ચૂકી છે. જો કે, આ ફિલ્મ હાલ વિવાદમાં આવી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ પાત્રો ને અલગ રીતે રજૂ કરી મહારાજા સુરજમલનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ રાજસ્થાન સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપ છે કે, ભારતીય સંસ્કૃતિને અલગ રીતે રજૂ કરવા માટે બહારથી ફન્ડિંગ પૂરું પાડવામાં આવ્યું છે. જેથી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ રાજસ્થાન સમાજ દ્વારા કરવામાં આવી છે. જેના વિરોધમાં આજ રોજ હિંદુ યુવા વાહીનીના કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી.

પાણીપત પર પ્રતિબંધ લગાવવાની માંગ

ABOUT THE AUTHOR

...view details