સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ અને હળપતિ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પલસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ કરી રેલી કાઢવામાં આવી હતી. ગત 20 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં ભાવનગરના રહીશ હરપાલ રાજપૂત અને જતિન શાહ દ્વારા આદિવાસી જાતિ અને હળપતિ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી, જેને લઈને હળપતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
સુરતઃ હળપતિ સમાજ વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા સામે કાર્યવાહીની માગ - Application letter was given to Palsana Mamlatdar
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ અને હળપતિ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પલસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ કરી રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી જાતિ અને હળપતિ સમાજ વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી પોસ્ટ વાઇરલ કરનારા સામે કાર્યવાહી કરવાની માગ સાથે પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ બંને શખ્સો સામે એટ્રોસીટી એક્ટ અને સાઇબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવા માટેની માંગણી કરતું લેખિત આવેદનપત્ર શુક્રવારના રોજ પલસાણા મામલતદારને સોંપવામાં આવ્યું હતું. હળપતિ સમાજના લોકોએ પોસ્ટ મુકનારા સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા આ જાતિના શબ્દો પ્રયોગ પર પ્રતિબંધ હોવા છતાં તે અંગેના લખાણો કરી હળપતિ સમાજની લાગણી દુભાવી છે. ત્યારે આ બંને શખ્સો સામે ફોજદારી ગુનો નોંધવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર લડત આપવા આવેદનપત્ર થકી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.