ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L એન્ડ T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ K9 વજ્રમાં બેસી નિરીક્ષણ કર્યું હતુ. તેસમતલ રોડથી લઈ 100 ફીટ હાઈટ ઉપરથી પાણીમાં આ ટેન્ક પર બેસી તેઓએ નિરીક્ષણ કર્યું..
સુરતમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે K9 વજ્રનું નિરીક્ષણ કર્યુ રાફેલ બાદ હવે વજ્ર ટેન્કની પૂજા કરી સ્વસ્તિક બનાવ્યું
રાફેલ બાદ રક્ષા પ્રધાને K9 વજ્ર ટેન્કની પરંપરાગત પૂજા કરી હતી. ટેન્ક પર સ્વસ્તિક બનાવી ટેન્કની સામે શ્રીફળ વધેરીને ધ્વજ ફરકાવી ટેન્કને લીલી ઝંડી બતાવાઈ હતી. સાથે સાથે પ્લાન્ટની આસપાસ ફરી પ્લાન્ટ વિશે જાણકારી મેળવી હતી.
L એન્ડ Tમાં 51મી ‘K9 VAJRA’ ટેન્કને ફ્લેગ ઓફ કર્યું હતું. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L એન્ડ T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે.
શુ છે ‘K9 VAJRA’ જે દુશ્મન દેશોના દાંત ખાટા કરશે
- અગાઉ K-9 Thunder નામે ઓળખાતી હતી. દક્ષિણ કોરિયન ટેક્નોલોજીથી નિર્મિત આ 47 ટન વજનની તોપ 30થી 38 કિ.મી. દૂરના ટાર્ગેટનો સફાયો કરવાની ક્ષમતા ધરાવે છે
- 155 MM K 52 કેલિબરની તોપ છે. 40 કિમી સુધીની મારક ક્ષમતાને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે.
- 1000 હોર્સ પાવર એન્જિન તેને ઘણી ઝડપથી મુવ કરવાની ક્ષમતા આપે છે.
- એક સાથે ઘણાં તોપગોળા ફેંકી શકે છે. જે એકસાથે એક ટાર્ગેટ પર પડે છે. જેના થકી વિનાશક ઇમ્પેક્ટ થાય છે.
- ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. કે જેથી લોકેશનની જાણકારી દુશ્મનોને મળી શકે નહીં.
- કેમિકલ, બાયોલોજિકલ, રેડિયો લોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ
- ભારતીય સેનામાં સામેલ થવાથી દેશની પશ્ચિમી સરહદો પર ભારતની લશ્કરી શસ્ત્રતાકાત વધી જશે.