સુરતમાં બીજેપીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી ફરી વિવાદમાં, મોદી સમાજે કર્યો બદનક્ષીનો દાવો
સુરત: રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઈને ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. સુરતમાં તેમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં મોદી ઉપનામને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
કોર્ટ દ્વારા આ અરજી માન્ય કરવામાં આવી છે અને આ કેસમાં આગામી સુનાવણી 22 એપ્રિલના રોજ થશે. કર્ણાટકમાં એક સભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી જ કેમ હોય છે. આ વિવાદીત નિવેદનને લઈને સુરતમાં રહેતા મોદી સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગઇકાલે ધરણા યોજાયા બાદ કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.