ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રસમાં 5-10 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથીઃ ગણપત વસાવા - Gujarat Assembly Election 2022

સુરતના માંગરોળમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કર્હ્યું કે, 5-10 વર્ષથી કોંગ્રેસમાં કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર નથી. તેના આ નિવેદનને લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

કોંગ્રસમાં પાંચ - દસ વર્ષથી કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથીઃ ગણપત વસાવા
કોંગ્રસમાં પાંચ - દસ વર્ષથી કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથીઃ ગણપત વસાવા

By

Published : Jun 22, 2022, 6:54 PM IST

સુરતઃવિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના (Gujarat Assembly Election 2022) બાકી છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભડકૂવા ગામે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અનેઆ વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવાએ (Ganapat Vasava )હાજરી આપી હતી. ગણપત વસાવાએ પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસને (Gujarat Congress )આડેહાથ લીધી હતી.

કોંગ્રેસ પર આકરા પ્રહારો

આ પણ વાંચોઃWater Movement Vadgam: કૉંગ્રેસે PM મોદીને માર્યો ટોણો, કહ્યું- બહેન પત્ર લખે છે પણ ભાઈ તો....

નિવેદનને લઈને રાજકીય માહોલમાં ગરમાવો -જણાવ્યું હતું કે સત્તા મળી જાય પછી દેશને લૂંટવા નુ કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસેના કર્મોથી પતી ગઈ છે ભાજપે પતાવી નથી, છેલ્લા પાંચ દસ વર્ષથી કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર (Bharatiya Janata Party )નથી. તેમજ વધુ જણાવ્યું હતું કે કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે રાજસ્થાન અને છત્તીસગઢમાં રહેલી છે એનો સફળ પણ આવતી ચૂંટણીમાં થઈ જશે. ત્યારે ગણપત વસાવાના આ નિવેદનને લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃYouth Protest in Bhavnagar : આર્મી પરીક્ષાની આ વાતને લઇ ગંજીમાં રેલી કાઢી વિરોધ

કાર્યક્રમમાં વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું -માંગરોળ તાલુકાના ભડકુવા, લવેટ, ઇસનપુર અને અમરકુઈ ગામે રૂપિયા 2.12 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાઓ, પેવર-બ્લોક, બોર-મોટર-ટાંકી સહિત ગટરલાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભડકૂવા ગામે રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડ, લવેટ ગામે રૂપિયા85.27 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડ,પેવર-બ્લોક, બોર-મોટર-ટાંકી, ઇસનપુર ગામે રૂપિયા 54.50 લાખનાં ખર્ચે તૈયાર કરાયેલ રોડ અને ગટરલાઈન તેમજ અમરકુઈ ગામે રૂપિયા 22.50 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details