ગુજરાત રાજ્યમાં આ વખતે ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સહિત વાવાઝોડાની અસર પહોંચી છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલ અઢાર જેટલી જિલ્લા દૂધ સંઘોમાં દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલ અઢાર જેટલા સંઘોમાં ગત વર્ષ કરતા બાર ટકા દૂધનો ઘટાડો નોંધાયો હોવાનું ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ ડેલાડે જણાવ્યું છે. જયેશ ડેલાડે જણાવ્યું છે કે, પ્રતિ દિવસ 25 લાખ લિટર દૂધનો ઘટાડો સંઘોમાં થયો છે.
ગુજરાતના 18 જેટલા દૂધ સંઘોમાં પ્રતિદિવસ 25 લાખ લિટર દૂધના ઉત્પાદનમાં ઘટાડો - Decreased milk production due to climate change
સુરત: આ વર્ષે રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે તેની સીધી અસર પશુઓ પર પડી છે. તેના કારણે રાજ્યના અઢાર જેટલા દૂધ સંઘોમાં પ્રતિદિવસ 25 લાખ લિટર દૂધનું ઉત્પાદન ઓછું થઈ આવી રહ્યું છે. જ્યાં પશુપાલકોને પણ આશરે દસ કરોડ જેટલું નુકસાન થવા જઈ રહ્યું છે. જે અંગે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકાર પશુપાલકો માટે રાહત પેકેજની જાહેરાત કરે તેવી માગ કરવામાં આવી છે.

Surat
રાજ્યના 18 જેટલા દૂધ સંઘોમાં પ્રતિદિવસ 25 લાખ લીટર દૂધનું ઉત્પાદન ઓછું
દરરોજનું દસ કરોડનું પશુપાલકોને નુકશાન થઈ રહ્યું છે. અતિભારે પડેલા વરસાદને કારણે પશુઓ રોગચાળાના ભરડામાં સપડાયા હોવાથી તેની અસર પહોંચી છે. ગુજરાતમાં આશરે 35 લાખ જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. મહિલાઓની રોજગારી સામે પણ હાલ પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાતના પશુપાલકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માગ ગુજરાત ખેડૂત સમાજ કરી રહ્યું છે.