- હ્રદય સંબંધી બીમારીને કારણે સુરતની હોસ્પિટલમાં થયું નિધન
- તેમણે 81 વર્ષે લીધા અંતિમ શ્વાસ
- 35 વર્ષથી સાંકરી મંદિરમાં સેવા આપી રહ્યા હતા
સુરત: બારડોલીના સાંકરી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત પૂ. અક્ષર સેવાદાસ સ્વામીનું ગુરુવારે સુરતની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. બારડોલી સહિત સુરત અને તાપી જિલ્લા હરિભક્તોમાં તેઓ પૂ. દાદા સ્વામીના હુલામણા નામથી જાણીતા હતા. સ્વામી કેટલાક સમયથી હ્રદય સંબંધી બીમારીથી પીડિત હતા. તેમના પાર્થિવ દેહની સાંકરી મંદિર ખાતે આવેલી ગૌશાળાના પરિસરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે કરાયા અંતિમ સંસ્કાર
સંસ્થાના સદગુરુ સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી (કોઠારી બાપા) મુંબઈ તેમજ પૂ. આચાર્ય સ્વામી (નવસારી) તેમજ સુરત અને તિથલના કોઠારી સંતોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને પાર્થિવ દેહને પંચામૃત સ્નાન કરાવ્યુ હતું અને મંદિરમાં આવેલી ગૌશાળા પરિસરમાં સંતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે અગ્નિ સંસ્કારમાં આવ્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજે 1981માં આપી હતી દિક્ષા