સુરત: બારડોલી તાલુકાના વાઘેચા ગામે મંદિરે દર્શનાર્થે આવેલા( Bardoli Vaghecha temple)ચાર મિત્રો તાપી નદીમાં ન્હાવા ગયા (Tapi river ) હતા. જે પૈકી એક મિત્ર નદીના પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થાનિક તરવૈયાઓની(Youth dies in Tapi river ) મદદથી તેની શોધખોળ આદરી હતી. પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નદીમાં વહેણ વધુ હોવાથી શોધખોળમાં અડચણ આવી રહી છે.
આ પણ વાંચોઃબારડોલીના ખરડ ગામે વરસાદનો કાળો કહેર
ચાર મિત્રો દર્શનાર્થે આવ્યા -મૂળ બિહારના શેખપુરા જિલ્લાના મેહુંશ ગામનો અને હાલ સુરતના ડીંડોલી ગામે શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો સોનુકુમાર સહદેવ સિંહ (ઉ.વર્ષ 30) રવિવારના રોજ રજા હોવાથી તેના ત્રણ મિત્રો સાથે રીક્ષા ભાડે કરી બારડોલી તાલુકાના વાઘેચા ગામે વાઘેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામ નજીકથી પસાર થતી તાપી નદીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે.