યુવકે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતાં જે માટે 4 વ્યાજખોરોએ 8 લાખ રૂપિયાની માગણી કરી સુરતવ્યાજખોરોના આતંકના કારણે સુરતના એક યુવાને પહેલા સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ વિડીયો બનાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ચકચારી પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રૂ. 1.50 લાખના બદલે આઠ લાખ રૂપિયા વ્યાજખોરો માંગી રહ્યા હતા. જેમાંથી એક વ્યાજખોર મરનારનો બનેવી છે. સુરતમાં વ્યાજખોરોના આતંક સામેની પોલીસ ઝૂંબેશ વચ્ચે યુવાનની આત્મહત્યાનો આ બનાવ બન્યો છે.
8 લાખ રૂપિયાની માંગણી સુરતમાં વ્યાજખોરોના આતંકના કારણે 30 વર્ષીય યુવાને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા દીનારામ જાટે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ વ્યાજખોરોએ તેમની પાસેથી તેના અવેજીમા 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ચાર વ્યાજખોર અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતાં. જેના કારણે સુસાઇડ નોટ લખી આત્મહત્યાના વિડીયો બનાવીને દીનારામે જીવન ટૂંકાવી લીધું હતું વ્યાજખોરોમાં તેના સગા બનેવી પણ શામેલ હતાં.
આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
ત્રણ પાનાની સુસાઇડ નોટ સુરત પોલીસ એક તરફ વ્યાજખોરો સામે કડક એક્શન લઈ રહી છે અને બીજી તરફ મેગા ઓપરેશન હાથ ધરી રહી છે. તેમ છતાં હજુ પણ કેટલાક વ્યાજખોરો બેફામ બનીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. વ્યાજખોરોના પઠાણી ઉઘરાણીના કારણે સુરતના 30 વર્ષીય યુવાને કંટાળી આત્મહત્યા કરી લીધી છે. ફર્નિચરની દુકાનમાં નોકરી કરનાર દીનારામ ચાર વ્યાજખોરોના આતંકના કારણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. દીનારામે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે અમરચંદ્ર, આત્મારામ સહિત બે લોકો તેની પાસે પઠાણી ઉઘરાણી કરતા હતાં.
ફરીથી તેને હેરાન કરવા લાગ્યા હતાંદીનારામેે સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે પાંચ ટકાના વ્યાજે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા જેના અવેજીમાં 8 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.મરનાર પાસેથી આઈફોન પણ લોન પર લીધો હતો પરંતુ વ્યાજખોરોએ હપ્તો આપ્યો નહોતો. દીનારામ મૂળ રાજસ્થાનના વતની છે અને તેના વૃદ્ધ માતા પિતા નો એકમાત્ર પુત્ર હતો. પરંતુ પુત્રે આત્મહત્યા કરી લેતા માતા પિતા શોકમાં મુકાઈ ગયા છે. માતા મેનાએ જણાવ્યું હતું કે, બાર મહિના પહેલા જ તે સુરત આવ્યો હતો ફર્નિચર ની દુકાન માં વાપી ખાતે નોકરી કરતો હતો. તેને રૂપિયા ઉછીના લીધા હતા. વ્યાજખોરો અવારનવાર તેને હેરાન કરતા હતા. જેથી તેને ફોન નંબર પણ બદલી નાખ્યો હતો.તેમ છતાં નવો નંબર મેળવીને તેઓ ફરીથી તેને હેરાન કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી
અન્ય કલમો પણ દાખલ થશે અત્રે ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરવા પહેલા દીનારામે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તે સતત રડીને વ્યાજખોરોના આતંક અંગે જણાવી રહ્યો છે. આ ચકચારી પ્રકરણ અંગે સુરતના સી ડિવિઝનના એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, હાલ જે ઘટના સામે આવી છે. તેના અનુસંધાને અમે સુસાઇડ નોટ અને વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરી છે અને કઈ કલમો દાખલ કરી શકાય તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે. મરનારે પોતાના મૂળ ભાષામાં આ સુસાઇડ નોટ લખી છે. જેને ભાષાંતર કરાવીને જ અમે અન્ય કલમો લગાવીશું. મરનાર વ્યક્તિના બનેવી પણ દીનારામના સુસાઇડ પાછળ કારણભૂત છે.