ગુજરાત

gujarat

ETV Bharat / state

Suspicious Dead Body : સુરત વરાછા મીની બજારમાં મૃતદેહ મળી આવ્યો - mini market

સુરત શહેરના વરાછા મીની બજારમાં 40 વર્ષીય શખ્સનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા Surat Police ઘટનાસ્થળે દોડી આવી હતી. Surat Policeએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. Surat Policeએ હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મૃતદેહ
મૃતદેહ

By

Published : Jun 17, 2021, 8:28 AM IST

  • 40 વર્ષના શખ્સનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક સ્થળે દોડી આવી
  • પોલીસે હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી

સુરત : શહેરના મોટા વરાછા મીની બજાર ખાતે આવેલ વૃંદાવન સોસાયટી નજીક આશરે 40 વર્ષના શખ્સનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા Surat Policeએ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. Surat Policeએ મૃતકની તપાસ કરતા મૃતક પાસેથી એક પર્સ મળી આવ્યું હતું. જેમાં એક આધાર કાર્ડ હતું.

આ પણ વાંચો : આછવણી ગામે ગણદેવીના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

પોલીસે મૃતક રાદડિયાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો

આધારકાર્ડમાં મૃતકનું નામ રાદડિયા ઝવેરભાઈ મનુભાઈ અને તે સરથાણા જકાતનાકા ખાતે આવેલ કુબેર નગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આધારકાર્ડ પર મળેલા સરનામાના આધારે મૃતકના પરિવારને જાણ કરી હતી.Surat Policeએ મૃતક રાદડિયાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. અત્યારે Surat Policeએ પરિવારના નિવેદન લઇ હત્યા છે કે શું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details