પશ્ચિમ બંગાલ થી ગંગા માટી અને તાપી નદીની માટી સહિત ભાવનગરની માટીના સંગમથી દશામાની મૂર્તિઓ સુરતમાં તૈયાર સુરત:ગુજરાતમાં ભક્તિ ભાવ સાથે દશામાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ભક્તો આતુર છે. ત્યારેદશામાનો વ્રત માટે ખાસ કરીને માર્ચ મહિનાથી જ વેસ્ટ બંગાળથી કારીગરો આવી જતા હોય છે. તેઓ જ્યારે પશ્ચિમ બંગાળથી આવે છે. એટલું જ નહીં ત્યાંની ગંગા માટી લઈને તેઓ સુરત આવતા હોય છે. જેથી દશામાંની મૂર્તિઓમાં તેઓ આ માટીનો ઉપયોગ કરી શકે. સુરત તાપી નદી કિનારે થી માટી અને ભાવનગરની માટી સહિત પશ્ચિમ બંગાળના ગંગા માટેનું ત્રિવેણી ઉપયોગ કરીને આ ખાસ દશામાંની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. પશ્ચિમ બંગાળના કારીગરો છ મહિના સુરતમાં રહેતા હોય છે. એમની આજીવિકા આ દશામાંની પ્રતિમા બનાવવાની સાથે શરૂ થાય છે અને ત્યાર પછી તેઓ ગણેશજી અને મા દુર્ગાની પ્રતિમા પણ બનાવે છે.
"માર્ચ મહિનામાં હું મારા 19 કારીગરો સાથે સુરત આવી ગયો હતો અને અમે ત્યારથી જ માતાજીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે .આ મૂર્તિ બનાવવા માટે અમે ત્રણ જગ્યાઓની માટી ભેગી કરતા હોય છે. વેસ્ટ બંગાળ થી અમે ગંગાજીને માટી લાવતા હોય છે. 500 થી લઈને 5,000 સુધી મૂર્તિ ની કિંમત હોય છે.
આ પાછળનું કારણ કે આ માટી શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવે છે. સાથે જ ભાવનગર થી અને તાપી નદીની આમ ત્રણ જગ્યાની માટી ભેગી કરીને અમે મૂર્તિઓ બનાવીએ છીએ વધુ માત્રામાં માટી લાવી પોસિબલ હોતી નથી. કારણ કે તે મોંઘું પડી જાય છે એટલે ત્યાંથી અમે 200 થી 250 જેટલી ગુણ માટી લાવતા હોય છે. જ્યારે ભાવનગર થી બે થી ત્રણ હજારની ગુણો અમારે ત્યાં માટી આવતી હોય છે. ખાસ કરીને લોકો કહે છે એ પ્રમાણે અમે મૂર્તિ બનાવી આપીએ છીએ અને 500 થી લઈને 5,000 સુધી મૂર્તિની કિંમત હોય છે"--ગોપાલભાઈ ( કારીગર)
દશામાંને લઈ શ્રદ્ધા:દશામાનુ વ્રત કરવાથી ગરીબને ધન મળે છે. વાંઝિયાના ઘરે પારણુ બંધાય છે. રોગીને નિરોગી કાયા મળે છે. ટૂંકમાં કહીએ તો આ વ્રત કરવાથી આપણી દરેક દશા સુધરે છે. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી આ વ્રત સૌને ફળે છે. આ વ્રત કરવાથી કોઈપણ સમસ્યા હોય કે કોઈપણ સંકટ હોય દશામા આપણી મદદ જરૂર કરે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. આ વ્રત દસ દિવસનુ હોય છે. અષાઢ સુદ અમાસના દિવસે દશામાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવે છે. પછી એક દોરા પર દસ ગાંઠ મારીને એ દસ ગાંઠ પર ચાંદલા કરવામાં આવે છે. પછી આ દોરાને કળશ પર બાંધીને દસ દિવસ સુધી મૂર્તિ અને કળશની પૂજા આરતી કરવામાં આવે છે.
- Surat News: ચોમાસામાં સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળ્યું
- Surat News : સુરતની એક સોસાયટીમાં કાર ચાલકે 18 માસના બાળકને કચડી નાખ્યો, કાળજું કંપાવતો CCTV સામે આવ્યા