સુરત : સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળમાં હીરાઉદ્યોગની સમસ્યાની રજૂઆત દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી હતી. સાંસદ દર્શનાએ ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી હતી.
સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળમાં દર્શના જરદોશે હીરાઉદ્યોગની સમસ્યાની કરી રજૂઆત - હીરાઉદ્યોગની સમસ્યા
સાંસદ દર્શના જરદોશે સંસદમાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યાઓ અંગે રજુઆત કરી છે. સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળમાં હીરાઉદ્યોગની સમસ્યાની રજૂઆત દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી હતી. સાંસદ દર્શનાએ ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી હતી. જેમાં તેમણે એક્સપોર્ટ ડ્યુટીને સાડા સાત ટકાથી ઘટાડી બે ટકા કરવા માટેની રજૂઆત કરી હતી. આ સાથે જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે.
સંસદમાં દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત એશિયાનું નહીં પરંતુ વિશ્વનું વિકાસશીલ શહેર છે. જેમાં મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે. ભારત સરકાર દ્વારા તેને ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં સૌથી પહેલો ઉદ્યોગ શરૂ થયો હોય તો તે ડાયમંડ ઉદ્યોગ છે. આંતરરાષ્ટ્રીય બજાર શરૂ થતાં નિકાસ શરૂ થઈ ગઈ છે. પહેલાં કરતા હાલ જુદી રીતે હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે. 100 માંથી 90 હીરા સુરતમાં તૈયાર થતા હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે 200 કરોડ ઉપર સાડા સાત ટકાનો ડ્યુટી લગાડવામાં આવે છે. એમાંથી જો 50 કરોડનો માલ પરત થાય તો એના પર પણ ડ્યુટી લગાડવામાં આવતી હોય છે, જે બે ટકા ડ્યૂટી કરવા માંગ છે. ઇન્ટરનેશનલ ટ્રેડ શરૂ થઈ ગયું છે. નાણાપ્રધાન દ્વારા હીરા ઉદ્યોગના અગ્રણી તેમજ પ્રમોશન કાઉન્સીલ સાથે વેબિનાર પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવશે તો પરિણામ પણ આવશે.
જીએસટી રીટર્નની અંદર પણ સૌથી વધારે સમસ્યા સુરતને ઉદ્ભવી રહી છે. જીએસટીની પ્રક્રિયામાં કાચા અને તૈયાર હીરા પર 25 ટકા લાગુ પડે છે. ત્યારે જરૂરી પ્રક્રિયામાં 1.5 ટકા થી 18 ટકામાં જીએસટી ડ્યુટી છે. પરંતુ ઈનવરટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ડયૂ્ટી હોવા છતાં કાયદામાં ઈનપુટ ક્રેડિટ મળી શકે તેમ જોગવાઈ કરી છે.