વાવાઝોડાને લઈને ડુમસના દરિયાકિનારે વિશાળ મોજા ઉછળી રહ્યા, 42 ગામડાઓને કરાયા એલર્ટ સુરત :બિપરજોય વાવાઝોડાના કારણે ડુમસ અને સુવાલી બીચ પર ત્રણથી ચાર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ મહાનગરપાલિકા તકેદારીના ભાગરૂપે આગોતરું આયોજન કરી ચૂકી છે. જોકે અનેક જગ્યાએ બેદરકારી પણ સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગરવાલએ જણાવ્યું હતું કે, કોઈપણ વિકટ પરિસ્થિતિમાં રેસક્યુ, બોટ, ફૂડ પેકેટ અને તમામ ટીમ સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે.
વાવાઝોડામાં સુરતના તંત્રની કામગીરી : સુરત મહાનગરપાલિકાએ બિપોરજોય વાવાઝોડાને લઈ એલર્ટ મોડ પર છે. ખાસ કરીને તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તમામ ઝોનમાં ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને તમામ વિભાગોના અધિકારીઓને એકબીજા સાથે સંકલનમાં રહેવા માટેની સૂચના અપાય છે. તો બીજી તરફ સુરતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કેટલાક જગ્યાએ હોર્ડિંગ્સ અને બેનર પડી ગયા છે અને 24 કલાકમાં આશરે અનેક ઝાડ પડી ગયા છે. અધિકારીઓ કોઈપણ સંજોગો હેડ કોટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે બીચ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને ત્યાં બેરીકેટ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે.
ઝોનમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, સાથે કંટ્રોલરૂમનું સતત મુખ્યપ્રધાન મોનીટરીંગ કરી રહ્યા છે અને સાથે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. બીચ પર લોકો અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તમામ મહાનગરપાલિકાના વિભાગ એકબીજા સાથે સંપર્કમાં છે અને ખાસ કરીને ગાર્ડન અને ફાયર વિભાગની ટીમ એકબીજા સાથે સંકલનમાં કામગીરી કરી રહી છે. લોકોને તકેદારી રાખવા માટે સૂચના અપાય છે. - શાલીની અગ્રવાલ (મ્યુનિસિપલ કમિશનર)
ક્લોઝ મોનીટરીંગ કરવામાં આવી :સુરતના 42 જેટલા દરિયાકાંઠા આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સુરત શહેરમાં પણ મહાનગરપાલિકા તકેદારીના ભાગરૂપે તમામ ઝોનમાં કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં ક્લોઝ મોનીટરીંગ કરવામાં આવી રહી છે. હાલ સુરત મહાનગરપાલિકા પાસે કુલ 32 જેટલી હોડી અને 600 લાઈફ જેકેટ છે. સાથે 74 જેટલા ઝાડ કાપવાની મશીન તૈયાર રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય આ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે સૂચના પણ અપાયા છે.
- Cyclone Biparjoy Update: ગીર સોમનાથમાં માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, લોકોનું કરાયું સ્થળાંતર
- Cyclone Biparjoy: ભારે પવન-વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી, યુદ્ધના ધોરણે માર્ગો ખોલાયા
- Biparjoy Cyclone: ઈજાગ્રસ્ત હાલતમાં ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ