સુરત: વાવાઝોડાની સ્થિતિ જોઈ સુરત શહેરના બંને બીચ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર કચેરી ખાતે 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. આ સાથે સુરત શહેરના તમામ જોખમી બેનર અને હોર્ડિંગ્સ મનપા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સુરત શહેરની બે સરકારી હોસ્પિટલમાં તંત્ર એલર્ટ છે. સાથે ફાયર વિભાગને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. આ સાથે સુરત એરપોર્ટ પર તકેદારીના ભાગરૂપે પ્રાઇવેટ એર વેન્ચુરા એર કનેક્ટર કંપનીની બે નાની ફ્લાઈટને મુરિંગ એટલે સાંકળથી બાંધવામાં આવી છે.
Cyclone Biparjoy: સુરત એરપોર્ટ પર પ્રાઇવેટ વેન્ચુરા એર કનેક્ટર કંપનીની બે નાની ફ્લાઈટોને સાંકળથી બાંધવાની ફરજ પડી - Cyclone Biparjoy
બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. વાવાઝોડાના કારણે કોઈ હોનારત ન થાય આ માટે સુરત એરપોર્ટ પર પ્રાઇવેટ વેન્ચુરા એર કનેક્ટર કંપનીની બે નાની ફ્લાઈટોને સાંકળથી બાંધવાની ફરજ પડી છે. એક ફ્લાઈટ સાથે 350 કિલો વજનિયાં બાંધવામાં આવ્યાં છે.
બંને ફ્લાઈટ સાથે 700 કિલોગ્રામના વજનિયાં:ભારે પવનથી એરપોર્ટ પર ઉભી વેન્ચુરા એર કનેક્ટર કંપનીની નાની ફ્લાઈટને કોઈ પ્રકારની ક્ષતિ ન થાય આ માટે તકેદારીના ભાગરૂપે તેને સાંકળથી બાંધવાની ફરજ પડી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, સંભવિત વાવાઝોડાના કારણે અમારી બે નાની ફ્લાઈટ રન-વે અથવા તો અન્ય કોઈ ફ્લાઈટ સાથે અથડાય નહીં સાથે ટર્મિનલ બિલ્ડીંગ ને કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય આ માટે અમે ફ્લાઈટને મુરીંગ કર્યું છે. બંને ફ્લાઈટ સાથે 700 કિલોગ્રામના વજનિયાં જોડવામાં આવ્યા છે. એટલે એક ફ્લાઈટને 350 કિલો વજનિયાં જોડ્યા છે.
વાવાઝોડાનો ખતરો યથાવત:ફરીથી બિપોરજોય વાવઝોડાએ દિશા બદલતા હવે ગુજરાત પર ખતરો ઊભો થયો છે. જેને પગલે હાલ તંત્ર દોડતું થયું છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ હોવાના અહેવાલ મળતાની સાથે જ બિપરજોય કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી હવામાન વિભાગ દ્વારા આશંકા કરવામાં આવી રહી છે. વાવાઝોડાએ ફરી પોતાનો રૂટ બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે.
TAGGED:
Cyclone Biparjoy