ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: વલસાડના તિથલ બીચ ઉપર વાવાઝોડાની અસર જોવા મળી, દરિયામાં કરંટ જોવા મળ્યો - દરિયામાં કરંટ જોવા મળ્યો

વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ચુકી છે. તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકીને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તકેદારીના ભાગરૂપેની વ્યવસ્થાનું નિરીક્ષણ માટે ગુજરાતના નાણાપ્રધાન સહિતનો કાફલો આજે તિથલ ખાતે પહોંચ્યો હતો.

cyclone-biparjoy-cyclone-impact-seen-over-tithal-beach-valsad-sea-currents-observed
cyclone-biparjoy-cyclone-impact-seen-over-tithal-beach-valsad-sea-currents-observed

By

Published : Jun 11, 2023, 6:23 PM IST

તિથલ બીચ ઉપર વાવાઝોડાની અસર જોવા મળી

સુરત: અરબી સમુદ્રમાં વધુ તેજ ગતિથી આગળ વધી રહેલા બીપોર જોય નામનું વાવાઝોડું ઓખા તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોઈ નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર સજ બન્યું છે. એનડીઆરએફની એક ટીમ વલસાડમાં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા દરેક જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તકેદારીના ભાગરૂપેની વ્યવસ્થાનું નિરીક્ષણ માટે ગુજરાતના નાણાપ્રધાન સહિતનો કાફલો આજે તિથલ ખાતે પહોંચ્યો હતો.

એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકીને પોતાની કામગીરી શરૂ કરી

28 ગામો સતર્ક:વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 28 જેટલા ગામોને વાવાઝોડાના પગલે સતત કરવામાં આવ્યા છે. જેમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે કાંઠા વિસ્તારના ગામોને નુકસાન ન થાય તે માટે લોકોને તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. વલસાડ કાંઠા વિસ્તારના 18 ગામો પારડી તાલુકાના ઉમરસાડી કોલક ઉદવાડા ગામ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

બીપોરજોય આગળ વધી ગુજરાત તરફ ફંટાયું:વાવાઝોડું દરિયામાં પ્રેશર વધતાની સાથે જ તેની ગતિ વધુ તેજ અને પ્રબળ બની છે. આગામી કલાકોમાં આ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે જેને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તે જ ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓમાં વધારો થયો છે. સાથે જ કેટલીક જગ્યા ઉપર પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તિથલના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ અને સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે.

નાણાં પ્રધાન સહિતનો કાફલો નિરીક્ષણ માટે પહોંચ્યો:વાવાઝોડાને પગલે કોઈ નુકસાન ન થાય અને વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ બાબતોની જાત નિરીક્ષણ માટે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો આજે તિથલના દરિયા કિનારે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. સાથે જ કાંઠા વિસ્તારના સરપંચો સાથે તેમણે બેઠક કરી વાવાઝોડામાં કોઈ નુકસાન ન થાય તે માટે તેમને સતત રહેવા પણ સૂચન કર્યું છે.

એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય:કાંઠા વિસ્તારના ગામોમાં વાવાઝોડાની અસરને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વરસાદી માહોલમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની એક ટીમ હાલ સ્ટેન્ડ બાય વલસાડમાં મૂકવામાં આવી છે. અત્યાધુનિક વિવિધ સાધનોથી સજ્જ આ ટીમ દ્વારા કાંઠા વિસ્તારના વિવિધ ગામોમાં ચાંપતી નજર રાખીને બેઠા છે. વાવાઝોડાની અસર આ વિસ્તારમાં ન થાય તે માટે એનડીઆરએફની ટીમ હાલ વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

દરેક સુચનાનું પાલન કરાશે:તિથલ દરિયા કિનારે નિરીક્ષણ માટે આવેલા ગુજરાતના નાણાં ઊર્જાને પેટ્રોકેમિકલ પ્રધાન કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર વાવાઝોડાને હલકામાં લેવાની જરૂર નથી કારણ કે કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો પણ વસવાટ કરે છે. આ તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનામાં આપવામાં આવી છે. તેમ જ વહીવટી તંત્ર દ્વારા વખોતો વખત આવતી સૂચનાનું ચોક્કસપણે પાલન કરવામાં આવે તે માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. કોઈપણ ઘટના ન બને આમ વાવાઝોડાને સામાન્ય ગણવાની જરૂર નથી.

  1. Cyclone Biparjoy: જામનગરના નવા બંદરે ચાર નંબરનું સિગ્નલ, પવનની ગતિમાં વધારો
  2. Cyclone Biparjoy: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપરજોય ચક્રવાતનો ખતરો મંડરાયો, NDRFની એક ટીમ ગીર સોમનાથ પહોંચી

ABOUT THE AUTHOR

...view details