ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: બારડોલી ફાયર વિભાગની ટીમ જામનગર જવા રવાના - Bardoli fire department team left for Jamnagar

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપરજોય' હવે ગુજરાતની નજીક પહોંચ્યુ છે ત્યારે તૈયારીના ભાગરૂપે બારડોલીથી ફાયરની ટીમ જામનગર રવાના થઇ હતી. રેસ્ક્યુ બોટ જેવા સાધનો લઈને ટીમ જામનગર જવા નીકળી ચુકી છે. તમામ ટીમ પાસે રેસ્ક્યુના સાધનો જેવા કે ટ્રી કટર, લાઈફ જેકેટની વ્યવસ્થા છે.

cyclone-biparjoy-bardoli-fire-department-team-left-for-jamnagar
cyclone-biparjoy-bardoli-fire-department-team-left-for-jamnagar

By

Published : Jun 15, 2023, 4:51 PM IST

બારડોલી ફાયર વિભાગની ટીમ જામનગર જવા રવાના

બારડોલી:બિપોરજોય વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. સુરત જિલ્લા ફાયર વિભાગની ટીમ પણ સજ્જ થઈ ગઈ છે. બારડોલી ખાતે ફાયર અને ઇમરજન્સી વિભાગનાજિલ્લા હેડ ક્વાર્ટરની ટીમ વાવાઝોડામાં થનાર સંભવિત નુકસાનને પહોંચી વળવા જામનગર ખાતે રવાના થઈ છે. અલગ અલગ રેસ્ક્યુ સાધનો લઈને બારડોલીની ટીમ રવાના થઈ ચૂકી છે.

આદેશ બાદ ટીમ રવાના:રાજ્ય અગ્નિશમન વિભાગની સૂચના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વ્યાપક અસર થવાની સંભાવના છે. ઝીરો કેઝ્યુઆલિટી થાય તે માટે સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ છે. સમગ્ર ગુજરાતમાંથી ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમને અલગ અલગ જિલ્લામાં રવાના થવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

જરૂરી સાધનો સાથે સજ્જ છે ટીમ:સુરત જિલ્લામાંથી બારડોલી ફાયર બ્રિગેડની ટીમ જામનગર જવા રવાના થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મળેલા આદેશ બાદ જિલ્લા હેડક્વાર્ટર બારડોલી ફાયરના ફાઈટરો ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, કયુ.આર.ટી. તેમજ રેસ્ક્યુ બોટ જેવા સાધનો લઈને ટીમ જામનગર જવા નીકળી ચુકી છે. જિલ્લા ફાયર હેડ ક્વાર્ટર બારડોલીના ફાયર અધિકારી પી.બી. ગઢવી આગેવાનીમાં સમગ્ર ટીમ કાર્ય કરશે.

છોટાઉદેપુર-રાજપીપળાની ટીમ પણ જોડાશે:આ ઉપરાંત તેમની દેખરેખ નીચે અન્ય બે જિલ્લાની ટીમ છોટા ઉદેપુર અને રાજપીપળા ટીમ પણ જામનગરમાં જ સ્ટેન્ડ બાય રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. તમામ ટીમ પાસે રેસ્ક્યુના સાધનો જેવા કે ટ્રી કટર, લાઈફ જેકેટની વ્યવસ્થા છે. જેનાથી રેક્સ્યુ કામગીરી કરી શકાય.

કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ટીમ સજ્જ:આ અંગે બારડોલી ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પી.બી ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિતિને પગલે અમારી ફાયર બ્રિગેડની ટીમોને જામનગર ખાતે સ્ટેન્ડ બાય કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે તેમજ અમને આદેશ મળતા જ મારી ટીમો રવાના કરવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી ટીમો સજ્જ છે.

  1. Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડા સામે જામનગરનું ફાયર તંત્ર સજ્જ
  2. Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 140 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details