દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રેઢિયાળ ખાતાના કારણે ડિંડોલીના વિપુલ પટેલ નામના વીજ ગ્રાહકે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે. વિપુલ પટેલ વીજ કંપનીના બિલ અને નાણા ભરતા મળેલી રસીદમાં પોતાના નામને બદલે અભદ્ર ભાષામાં રસીદ મળી હતી. બિલ અને રસીદ પર આવા શબ્દો લખેલા હોવાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે અધિકારીઓના ધ્યાને આવતા તેમને તાત્કાલિક સોફ્ટવેરમાં સુધારો કરાવી આવા અભદ્ર શબ્દોને બદલે વીજ ગ્રાહકનું નામ કરી દીધું હતું.
વીજ કંપનીની રસીદમાં ગ્રાહકને કંઇક એવુ જોવા મળ્યુ કે તમે સાંભળી ચોંકી ઉઠશો - લાઇટ બિલમાં અભદ્ર શબ્દો
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વીજ કંપનીના આવેલા બિલની ભરપાઈ કરેલી રસીદમાં નામની જગ્યાએ અભદ્ર શબ્દો લખવામાં આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિપુલ રમેશભાઈ પટેલ નામના ગ્રાહકની રસીદમાં અભદ્ર શબ્દો લખવામાં આવ્યા છે. જે સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થતા બિલ બનાવતી આકાર એજન્સી સામે તપાસના આદેશ અપાયા છે.

light bill
વીજ ગ્રાહક પાસે ડીંડોલી ડીવિઝનમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળની આકાર એજન્સીની રસીદ છે. વાયરલ રસીદ બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીના આ પ્રકારના વર્તન અને વાણીને લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે સવાલો ઉઠ્યા છે.