સુરત: ઉમરા વિસ્તારમાં આવેલ પીપલોદ ચાંદની ચોક નજીક ગત રોજ અજાણ્યો શખ્સ થુંક અને પરસેવો લગાડેલી 100, 200 અને 500ના દરની નોટો ફેંકી ગયો હોવાનો કોલ સ્થાનિક લોકોએ પોલીસને કર્યો હતો. આ કોલ મળતાં ઉમરા પોલીસ મથકના પીઆઇ સહિત સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગે તાત્કાલિક કાળજીપૂર્વક ચલણી નોટો કબ્જે લઈ ટેસ્ટિંગ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.
સુરતના પીપલોદ વિસ્તારમાં રોડ પર ચલણી નોટ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું - આરોગ્ય વિભાગ
કોરોનાની મહામારી વચ્ચે લોકોને ભયભીત કરતા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર અજાણ્યા શખ્સ દ્વારા થૂંક અને પરસેવો લગાડેલી 100, 200 અને 500ના દરની ચલણી નોટો ફેંકવામાં આવી હોવાનો કોલ પોલીસને મળતા સુરત મનપાનો સ્ટાફ સહિત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોલીસની હાજરી વચ્ચે તમામ નોટો ટેસ્ટિંગ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. નોટ આ વિસ્તારમાં કોણ ફેંકી ગયું છે તે દિશામાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના
આ ઘટના અંગે ઉમરા પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ બન્યો હતો. જો કે, લોકોમાં એક ભયનો માહોલ ઉભો કરવા આ એક પેનિક ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું માનવામાં આવે છે.