ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના 4 પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યૂ, કમિશ્નરે કરી જાહેરાત

સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસો વધતા ગાંધીનગર ખાતે ડીજીપી, મુખ્ય સચિવ, ગૃહસચિવ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. જે બેઠક બાદ જે વિસ્તારોમાંથી સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે, તેવા સલાબતપુરા,મહિધરપુરા, લાલગેટ અઠવા સહિત લીંબાયત પોલીસ મથકના કમરુંનગર પોલીસ ચોકી વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

etv bharat
સુરતના 4 પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યૂ, કમિશ્નરે કરી જાહેરાત

By

Published : Apr 16, 2020, 6:11 PM IST

સુરતઃ રાજ્યમાં કોરોના વાઇરસના ચિંતાજનક કેસો સામે આવતા આખરે રાજ્ય સરકારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાદવાની ફરજ પડી છે. જે માટે જિલ્લા પોલીસ મથક હદ વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના મહિધરપુરા, લાલગેટ , અથવાલાઇન્સ સહિત લીંબાયત પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કમરુંનગર પોલીસ ચોકી વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતના 4 પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યૂ, કમિશ્નરે કરી જાહેરાત

જો કે જીવન જરૂરિયાત ની ચીજ - વસ્તુઓ માટે મહદ અંશે છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર જાહેરાત કરી હતી. પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાલિકાના સેન્ટ્રલ ઝોન સાથે શહેરના પોલીસ મથકના ચાર પોલીસ મથક અને અન્ય એક પોલીસ મથકના ચોકી વિસ્તારમાં આજથી કરફ્યુ જાહેર કરવામાં આવે છે. જેમાં લીંબાયત પોલીસ મથકની હદમાં આવેલ માત્ર કમરુંનગર પોલીસ ચોકી વિસ્તારમાં જ કરફ્યુ રહેશે. આ સિવાય સલાબતપુરા ,મહિધરપુરા પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, અને અઠવા પોલીસ સ્ટેશન, વિસ્તારમાં કરફ્યુ મુકવામાં આવ્યો છે. આ કરફ્યુ ગુરૂવારના રોજ રાત્રિના બાર વાગ્યાથી લાગુ કરવામાં આવશે. તેમજ મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બપોરના ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. જો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો આ વિસ્તારોમાં છૂટ ખેંચી લેવામાં આવશે. તેમજ માત્ર મેડિકલ ઇમરજન્સી માટે લોકોએ બહાર નીકળવાનું રહેશે. આ વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સ, એસઆરપી સહિત બહારથી આવેલી સીઆઇએસએફની ટિમ અમલીકરણ કરાવવા ફરજ પર હાજર રહેશે. આ સિવાય ડીસીપી, એસીપી તેમજ ઉચ્ચ અધિકારીઓ ફરજ પર હાજર રહેશે. 22 મી એપ્રિલ સુધી સવારના 6 વાગ્યા સુધી આ કરફ્યુ અમલી રહેશે.

ABOUT THE AUTHOR

...view details