ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની મહિલાએ અગાસીમાં ઓર્ગેનિક ખેતી કરીને પ્રેશરની બિમારીને આપી મ્હાત..! - સુરત તાજા ન્યુઝ

સુરત: મોહિની ગાંધીએ કિચન ગાર્ડનની શરૂઆત કરી ત્યારે તેને પોતે પણ ખબર નહોતી કે ઘરમાં ઉગાડેલા શાકભાજીના કારણે પર્યાવરણની જાળવણીની સાથે તેમનું સ્વાસ્થ્ય પણ સારું થઈ જશે. મોહિની ગાંધી પોતાના ઘરે આશરે 30થી વધુ શાકભાજીઓ ઉગાડે છે અને તે જ શાકભાજીને તે પોતાના ઘરમાં વાપરે પણ છે.

etv bharat
અગાસીમાં ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટની ખેતી કરીને પ્રેશરની બિમારીને દૂર કરી દીધી

By

Published : Dec 19, 2019, 8:25 PM IST

આજના યુગમાં ખેતીવાડીમાં થતી ઉપજમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગ અને ઉપજને બચાવવા જંતુનાશક દવાના છંટકાવના કારણે બજારમાં મળતા શાકભાજી હવે આરોગ્યપ્રદના બદલે આરોગ્યને હાનિકારક વધુ હોય છે. ત્યારે સુરતમાં મોહિની ગાંધી નામના મહિલાએ પોતાની અગાસીમાં ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટની ખેતી કરીને પ્રેશરની બિમારીને દૂર કરી દીધી છે.

સુરતની મહિલાએ અગાસીમાં ઓર્ગેનિક ખેતી કરીને પ્રેશરની બિમારીને આપી મ્હાત..!
અગાસીમાં ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટની ખેતી કરીને પ્રેશરની બિમારીને દૂર કરી દીધી

આજે કિચન ગાર્ડનના કારણે મોહિની બેનને હાઈ બ્લડ પ્રેશર થાઈરોડની દવાઓ લેવી પડતી નથી. હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તથા વાહનોની સંખ્યા, ફેક્ટરીઓ વધવાથી વાતાવરણ ખુબ પ્રદૂષિત થઈ ગયુ છે. ત્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું જરૂરી છે.અગાસીમાં શાકભાજી ઉગાડવાથી વાતાવરણ ઘણે અંશે શુદ્ધ થાય છે. આ વિચાર ધરાવતા મોહિની ગાંધીએ 3 વર્ષ પહેલાં તેમની અગાસી પર કિચન ગાર્ડનિંગની શરૂઆત કરી હતી. શરુઆતના સમયે તેમને વેસ્ટ માંથી બેસ્ટ એટલે કે તૂટેલા કે જુના 20 થી 25 જેટલા ડ્રમ,ટબ,ડ્રમ,ડોલ મળીને શાકભાજી ઉગાડવાની શરૂવાત કરી હતી.

પરંતુ થોડા જ સમયમાં તેમને લાગ્યુ કે આ પ્રયત્ન સફળ ન થયા તેઓ નાસીપાસ તો થયા. પરંતુ એક વખત ફરી પ્રયાસ કરવાનું નક્કી કર્યું અને આ પ્રયાસ અંતે સફળ થયો અને પછી કુંડામાં શાકભાજી અને ફળ તેમણે ઉગાડવાનું શરૂ કર્યુ. આજે તેમણે 125 કુંડામાં અને સાઈડ લોનમાં વાવેતર કર્યુ છે.

ટેરેસ ગાર્ડનમાં તેઓ તુરિયા,મૂળા, ધાણા, હળદર, બટાકા, લીંબુ, ટામેટા, મરચાં,તુલસી, ફૂદીનો, દુધી, પપૈયા, મેન્થોલ,ભાજી, શક્કરિયા સહિત તમામ જાતના શાકભાજી તથા અનેક પ્રકારના ફ્રૂટસ ઉગાડે છે. તેમને નેચરલથી લગાવ હોવાને કારણે રોજ સવાર સાંજ મળીને 3 કલાક ગાર્ડનિંગ માટે આપે છે. મહત્વની વાત તો એ છે કે તેઓ ખાતર પણ આ ઓર્ગેનિક એટલે કે શાકભાજી, ફૂલ, ફ્રૂટ, પાંદડા વગેરેના વેસ્ટ ભેગા કરીને જ તૈયાર કરે છે. જેથી આ દરેક વસ્તુ જરૂરી મિનરલ્સ અને વિટામીનથી ભરપૂર રહે છે.

યુનિવર્સિટીના એકવેટિક બાયોલોજી ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ HOD મોહીની ગાંધીનું કહેવું છે કે નેચરલ પ્રત્યેના લગાવને કારણે આજે મારો પ્રયત્ન સફળ થયો છે. કારણકે ,મિનરલ્સ અને વિટામિનથી ભરેલા ઓર્ગેનિક શાકભાજી અને ફ્રુટ ખાવાને કારણે મેં પ્રેશરને માત આપી છે. છેલ્લા આઠ મહિનાથી મેં તેની દવા બંધ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે હવે રૂટીન ચેક-અપમાં પણ તે નોર્મલ જ બતાવે છે. આ સિવાય મને થાઈરોઇડ પણ છે પણ ઓર્ગેનિક શાકભાજીને કારણે મારો એ દવાનો ડોઝ 25 ટકા ઓછો થઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details