ગુજરાત

gujarat

ETV Bharat / state

ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા બન્યા મજબૂર - GSRTC bus

સુરતમાંથી પોતાના વતન પરત ફરવા માટે એસ ટી બસ સ્ટેશન (Surat ST Bus Station) પર લોકોની ભારે ભીડ જોવા (Crowd Passenger at Surat ) મળી હતી. જિલ્લાના શ્રમિકો, રત્નકલાકારો પોતાના વતન સરળતાથી જઈ શકે તે માટે ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.

ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા બન્યા મજબૂર પર જોવા મળી પ્રવાસીઓની ભીડ
ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા બન્યા મજબૂર

By

Published : Oct 22, 2022, 9:18 AM IST

સુરતદિવાળીના તહેવારનો પ્રારંભ થઈ ગયો છે. તે પહેલા જિલ્લામાંથી શ્રમિકો, રત્નકલાકારો સહિતના લોકો પોતાના માદરે વતન પરત જઈ રહ્યા છે. એસટી બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા (Crowd Passenger at Surat) મળી હતી. બીજી તરફ એસટી વિભાગે પણ વિશેષ તૈયારી કરી છે. તો બસ સ્ટેશન (Surat ST Bus Station) પર સરકારી બસ ન મળતા પ્રવાસીઓ ખાનગી બસમાં જવા પણ મજબૂર (GSRTC bus) બન્યા હતા.

ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી

બસમાં થાય છે ભીડ સુરતમાં એસટી બસ સ્ટેશન પર (Surat ST Bus Station) પ્રવાસીઓની એટલી ભીડ જોવા મળી હતી કે, પગ મૂકવાની જગ્યા નહતી મળી. આ અંગે પ્રવાસી અરવિંદ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, તેઓ રત્ન કલાકાર છે. બસમાં 52 સીટ છે. બસ સ્ટેશન (Surat ST Bus Station) પર એક સીટ પર એક જ પ્રવાસીને બેસાડવામાં આવે છે, પરંતુ આગળ જઈને બસમાં અન્ય પ્રવાસીઓને બેસાડી દેવામાં આવે છે. એટલે આખી બસ ખચોખચ ભરાઈ જાય છે.

એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓની ભીડ

બસ મળતી નથીપ્રવાસીએ જણાવ્યું હતું કે, અમે અહીં 1 કલાકથી ઉભા છીએ, પરંતુ હજી સુધી બસ મુકવામાં આવી નથી. 50થી વધુ પેસેન્જર થઈ ચૂક્યા છે. મારે સુરતથી તળાજા જવું છે. હું સુરતમાં રત્ન કલાકાર છું. આ વ્યવસ્થા તો આ વખતે નહીં પણ દર વખતે આજ રીતની અહીં કરવામાં આવે છે. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે, પ્રવાસીઓ આવે એટલે તરત તેમને બસ મળી જાય પરંતુ બસ મળતી નથી.

ખાનગી બસમાં જવાનો વારો આવ્યોવધુમાં જણાવ્યું હતું કે, એડવાન્સ બુકિંગ તો નથી (GSRTC bus) કરાવતા, પરંતુ અમે એક્સટ્રા બસમાં જઈએ છીએ. એડવાન્સ બુકિંગ કરાવીએ પરંતુ ત્યાં અવેલેબલ હોતું નથી. સરકારને વિનંતી છે કે, અમને સમયસર બસ મળી જાય આવનારી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે વર્તમાન સરકાર પણ સારી જ છે. આજ રેહવી જોઈએ. પરંતુ અમુક વખત એવું બને છે કે સરકારી બસ જતી રહે છે તો અમારે ખાનગી બસમાં જવાનો વારો આવે છે. અને પ્રાઇવેટ બસમાં પણ ભાડું ડબલ લેવામાં આવે છે. પ્રાઇવેટ બસમાં ભાડું સિંગલ સીટના 1400 રૂપિયા છે ત્યારે ડબલ સીટના 2800 રૂપિયા છે. અને આપણી સરકારી બસમાં એક સીટના 330 રૂપિયા ભાડું છે.

ABOUT THE AUTHOR

...view details