ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime of Robbery in Surat : સુરતમાં આંગડિયા પેઢીમાં ધોળે દિવસે 2 કરોડની લૂંટ - Robbery Crime Cases in Surat

સુરતમાં દિન દહાડે લુટની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ મથકની સામે આવેલા સેન્ટ્રલ બજારમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટની (Crime of Robbery in Surat) ઘટના બની હતી. મળતી માહિતી મુજબ 2 કરોડથી (Surat Rs 2 Crore day in Angaliya Firm) વધુની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઇ જતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે.

Crime of Robbery in Surat : સુરતમાં આંગડિયા પેઢીમાં દિન દહાડે 2 કરોડની લૂંટ
Crime of Robbery in Surat : સુરતમાં આંગડિયા પેઢીમાં દિન દહાડે 2 કરોડની લૂંટ

By

Published : Feb 5, 2022, 12:32 PM IST

Updated : Feb 5, 2022, 1:29 PM IST

સુરત : વરાછા પોલીસ મથકની સામે શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામથી આંગડિયા પેઢીમાં લૂંટની (Crime of Robbery in Surat) ઘટના બની છે. 7 થી 8 જેટલા શખ્સોએ અંદાજીત 2 કરોડથી વધુની લૂંટ (Surat Rs 2 Crore day in Angaliya Firm) કરી ફરાર થઇ ગયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને સુરતમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કારમાં આવેલા 7 થી 8 જેટલા લોકોએ લૂંટ કરી હોવાની ચર્ચા છે. દિન દહાડે લૂંટ એ પણ પોલીસ મથકની સામે જ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

"બંદુક લાવ"

નજીકમાં ઓફિસ ધરાવતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, બપોરે 1 વાગ્યા આસપાસ મારામારીનો અવાજ આવતા જોવા આવ્યા હતા. ત્યાં 7 થી 8 જેટલા લોકો મારામારી કરી રહ્યા હતા. તે બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. લુટ કરવા આવેલા લોકો બંદુક લાવ એવું બોલતા હતા.

આ પણ વાંચોઃ અંજારમાં થયેલ 65.85 લાખની લૂંટાએલી કાર મોટી ચીરઈ પાસેથી મળી આવી

તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો

તો બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસના (Surat Varachha Police) ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ (Robbery Crime Cases in Surat) શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં બે કરોડની લુટ દિનદહાડે અને એ પણ પોલીસ મથકની સામે જ બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા ત્યાં લાગેલા CCTV ફૂટેજ સહિતની માહિતીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં ડિલિવરી બોયને માર મારી મોબાઈલના પાર્સલની લુંટ

Last Updated : Feb 5, 2022, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details