ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime in surt: પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર મારી હત્યા કરી - બ્રેઈન હેમરેજ

અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર માર્યો (Crime in surt) હતો. જેમાં પત્નીને ગંભીર ઈજાઓ (Serious injuries) થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Crime in surt:: પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર મારી હત્યા કરી
Crime in surt:: પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર મારી હત્યા કરી

By

Published : Dec 20, 2021, 8:40 PM IST

Updated : Dec 20, 2021, 9:40 PM IST

સુરત: અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર માર્યો હતો. જેમાં પત્નીને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા કરી માર મારતા સ્ત્રીનું મોત

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં રહેતા સુરજ સંતોષ કુર્મી પટેલે 6 વર્ષ પહેલા આરતીબેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી પતિ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા કરી માર મારતો હતો. ગત 16 ડીસેમ્બરના રોજ પતિએ તેની જ પત્નીને ફરીથી ચારિત્ર્ય પર શંકા કરીને હાથે પગે અને માથાના ભાગે માર માર્યો હતો. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઇ હતી. તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફરજ પર હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈને અમરોલી પોલીસનો (Amaroli Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Crime in surt:: પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી કુકરથી માર મારી હત્યા કરી
પીએમ રીપોર્ટમાં જુઠાણાનો પર્દાફાશ થયો હતો

ACP એસ. એમ.પટેલે જણાવ્યું હતું કે, આરોપી પતિએ હોસ્પિટલમાં જુઠાણું પણ ચલાવ્યું હતું. પત્ની પડી ગયી હોવાથી તેણીને ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું. જો કે પીએમ રીપોર્ટમાં જુઠાણાનો પર્દાફાશ થયો હતો. મહિલાને માથામાં કુકર મારતા બ્રેઈન હેમરેજ (Brain hemorrhage) થતા તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 20, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details