ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે પીક પોકેટીંગ ગેંગને ઝડપી પાડી - Crime Branch was quick to picket crime gang in Surat

સુરતમાં વિવિધ વિસ્તારોમાં ફરી રાહદારીઓને નિશાન બનાવી ચોરી કરી ગેંગના 1 સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે 12 જેટલા પીક પોકેટીંગના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી.

surat
સુરત

By

Published : Feb 10, 2020, 7:54 PM IST

સુરત: ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, જુદા જુદા વિસ્તારોમાં ફરી રાહદારીને નિશાન બનાવી પીક પોકેટીંગ કરનાર ગેંગ અંજના ફાર્મ પાસે ફરી રહ્યાં છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી શહીદ ઉર્ફે ચુહાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે રોકડ રકમ કબ્જે કરી હતી.

સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે પીક પોકેટીંગ કરનાર ગેંગને ઝડપી

જેમાં પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, અત્યાર સુધી તેને ખટોદરા, સલાબતપુરા ,અઠવા તથા વરાછાના 12 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. આ ઉપરાંત લિબાયત વિસ્તારમાં સિગારેટ નહી આપવા પર મારામારી કરી હતી. તેમજ રીંગરોડ વિસ્તારમાં 1 વેપારી પાસેથી રૂ.1લાખની પીંક પોકેટીંગ કરી હોવાની કબુલાત કરી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે શહીદના રેન્ડ લઈ વધુ પૂછપરછ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details