ગુજરાત

gujarat

ETV Bharat / state

Jantri Rate in Gujarat: જંત્રીના ભાવમાં રાતોરાત 100 ટકાનો વધારો આ કઈ રીત છેઃ સુરતની બિલ્ડરોની નારાજગી

સુરતમાં ક્રેડાઈ બિલ્ડર ગૃપે સરકારે કરેલા જંત્રીના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. તેમણે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી. જોકે, તેમના વિરોધ પછી પણ સરકારે ભાવવધારો પરત ખેંચ્યો ન હોવાથી બિલ્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Jantri Rate in Gujarat: જંત્રીના ભાવમાં રાતોરાત 100 ટકાનો વધારો આ કઈ રીત છેઃ સુરતની બિલ્ડરોની નારાજગી
Jantri Rate in Gujarat: જંત્રીના ભાવમાં રાતોરાત 100 ટકાનો વધારો આ કઈ રીત છેઃ સુરતની બિલ્ડરોની નારાજગી

By

Published : Feb 10, 2023, 3:15 PM IST

જંત્રીના ભાવમાં ઘટાડો કરાય તેવી માગ

સુરતઃગુજરાતમાં એકાએક જંત્રીના ભાવમાં વધારો થતા સુરત સહિત ગુજરાતના બિલ્ડરો તેને વિરોધ કરી રહ્યા છે. તેને લઈને ગુજરાત ક્રેડાઈ બિલ્ડર ગૃપ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા સુરત સહિત રાજ્યભરના બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃRajkot Jantri Price : જંત્રીના ભાવ વધારાને લઈને 10 એસોસિએશને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

જંત્રીના ભાવમાં ઘટાડો કરાય તેવી માગઃઆ અંગે સુરત ક્રેડાઈ બિલ્ડરના ચેરમેન લવજી પટેલે જણાવ્યું હતું કે, અમે બધાએ પહેલા પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જંત્રીના ભાવ વધારા અંગે મિટીંગ કરી હતી. જોકે, મિટિંગના અનુસંધાને જંત્રીના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યોનથી. એટલે હવે અમારી વધુ માગણીઓને લઈને ક્રેડાઈ ગુજરાતે નક્કી કર્યું છે કે, દરેક શહેરમાં આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તે અનુસંધાને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાતોરાત જંત્રીના ભાવવધારો થયો તેની સામે કોઈ વાંધો નથીઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માગણીઓ છે કે, રાતોરાત જંત્રીમાં કરાયેલા ભાવવધારા સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ આ ભાવ 100 ટકા વધારવામાં આવ્યો હતો. જંત્રીના ભાવમાં 12 વર્ષ સુધી કોઈ ભાવવધારો કરાયો નથી. ને આજે 100 ટકાનો વધારો કરી દેવાયો છે. આ ભાવને ધીમે ધીમે વધારવામાં આવે, જેથી અમારા સામાન્ય વ્યવહારો પૂર્ણ થઈ જાય તથા અમારી પાસેથી મિલકત ખરીદનારને પણ તકલીફ ન પડે. હાલ જે વધારો કર્યો છે. તેમાં સુધારો કરવામાં આવે તેવી માગ છે.

ફેબ્રુઆરીમાં મુખ્યપ્રધાનને આ મામલે રજૂઆત કરવા ગયા હતાઃતેમણે જણાવ્યું હતું કે, અમે આ બાબતે 6 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરવા ગયા હતા. તે સમયે ગુજરાતના તમામ હોદ્દેદારો ત્યાં એકત્રિત થયા હતા અને અમે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. તે રજૂઆતની વિચારણા હજી સુધી ચાલી રહી છે. તેનો ઉત્તર હજી મળ્યો નથી. ત્યારે આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ગુજરાત ક્રેડાઈના તમામ શહેરના હોદ્દેદારો શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે 2થી 4ના સમય દરમિયાન રાજ્યના તમામ શહેરોમાં કડાઈના તમામ હોદેદારોને એકત્રિત કરીને મિટીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ક્યાં વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યા થાય છે. તેનું એક લિસ્ટ બનાવીને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃJantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે

સ્ટેમ્પ ડ્યૂટી પર ઈન્ડાઈરેક્ટ અસરઃ તેમણે ઉંમેર્યું હતું કે, જંત્રીના ભાવથી સુરતમાં વધારે અસર પડશે તો નહીં, પરંતુ તેની અસર અલગઅલગ સ્ટેમ ડ્યૂટી પર જે ઈન્ડાઈરેક્ટ અસર આવે છે. આના કારણે સમસ્યા ઊભી થાય છે. એને વ્યવસ્થિત જોવામાં આવે તો જે નવું ઘર બનશે. એ ખૂબ જ મોંઘું બનશે, જેના કારણે બાંધકામ ઉદ્યોગમાં મંદી આવે તેવું બની શકે છે. તેથી અમારો આ જંત્રીના ભાવ વધારાના વિરોધ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details