સુરત: દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાનાર છે. સુરેન્દ્રનગર ખાતે ભાજપ કારોબારી બેઠક યોજવામાં આવશે જેમાં મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના 600 જેટલા નેતા સુરેન્દ્રનગરના મહેમાન બનશે. આ બેઠકને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સૌપ્રથમ વાર સુરેન્દ્રનગરમાં યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ, સંગઠનના હોદ્દેદારો સહિત 600થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ હવે પ્રદેશ કારોબારીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો:Night Half Marathon અમદાવાદ પોલીસે યોજી નાઈટ હાફ મેરેથોન, 1 લાખ લોકો જોડાયા
ભાજપ કાર્યકરોની જવાબદારી વધી: કારોબારી બેઠકને લઈ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે, આગામી 23 અને 24 ના રોજ ગુજરાત ભાજપની કારોબારી બેઠક યોજાશે. સુરેન્દ્રનગર ખાતે મળનારી બે દિવસીય કારોબારી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ભાજપ કાર્યકરોની જવાબદારી વધી છે.ડિસેમ્બર માં વિધાનસભા ચૂંટણી પુરી થઈ જેમાં ઐતિહાસિક વિજય મળી.પીએમ મોદીએ અનેક સભા રેલી કરી ગુજરાતના લોકોએ ભાજપ તરફેણ ના મતદાન કર્યું. જીતમાં પીએમ મોદી મેજીક ચાલ્યું હતું.
27 વર્ષ પછી ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સીનથી નડી: 27 વર્ષ થી ભાજપે જે શાસન આપ્યું તેનાથી પ્રજા ખુશ છે. ગૃહપ્રધાન અમિતભાઇ શાહે બે મહિના અમદાવાદ રહ્યા તેમનો ગુજરાતમાં અનુભવ ઉમેદવાર ચયન પ્રક્રિયામાં કામે આવ્યો. મોદીજીનો આભાર, મતદારો અને પેજ કમિટી સભ્યોનો આભાર માનું છું. ભાજપ કાર્યકર તરીકે અમારા માટે પરિણામ અપેક્ષિત હતું. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીનીમાં પણ ગુજરાતના વિજય ની ચર્ચા થઈ. 27 વર્ષ પછી ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી નથી નડી.