નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરવા જઇ રહેલા નવસારીના સાંસદ સીઆર પાટીલના ઘરે કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી. પાટીલનું તેમના કાર્યકર્તાઓએફુલહાર અને બુકે આપી તેમનો સત્કાર કર્યો હતો. સાથે જ સ્વામીનારાયણના સંતો પણ તેમને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા અને તેમણે સીઆર પાટીલની આરતી ઉતારી જીતના આશીર્વાદ આપ્યા હતા.
સાંસદ સી.આર.પાટીલ આજે નવસારી બેઠક પરથી ભરશે ઉમેદવારી ફોર્મ - સી.આર.પાટીલ
સુરત: લોકસભા ચૂંટણી માટે નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે નવસારી બેઠક પરથી પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના નિવાસસ્થાનેથી રવાના થઇ ચુક્યા છે, જેથી તેમના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટીલના પરિવારે તેમનું તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.
ફોટો
સી.આર. પાટીલે મીડિયા સાથેવાતચીતમાંપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પાંચ વર્ષના બાકી વિકાસના અન્યો કાર્યો કરવાની તૈયારી બતાવી હતી.