- ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત
- લોકોએ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે
- આર્થિક સ્થિતિનો અભ્યાસ કરાશે
સુરત: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કરવેરામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ એવો કોઇ નિર્ણય કરવા માંગે છે કે જેનાથી લોકોને ખરેખર આર્થિક રાહત મળવા સાથે મહાનગરપાલિકા કરવેરાની જંજાળમાંથી છુટકારો મળે.
ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત
થોડા દિવસ પહેલાં શાસકોએ 15 ચોરસ મીટરનો એરિયા ધરાવતા લોકોને કરવેરામાં સંપૂર્ણ માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના સી.આર.પાટીલ આ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ આનાથી સંતોષ નહીં માનનારા સી.આર.પાટીલ એવું માને છે કે, નાના ઘરમાં રહેતા પરિવારને કર માળખામાંથી સંપૂર્ણ રાહત મળવી જોઈએ. આ માટે તેમને 15 ચોરસ મીટર સુધી સંપૂર્ણ રાહત અને 15 થી 25 ચોરસ મીટર સુધી ઘર માટે કરવેરામાં 50 ટકા અને કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો 25 ટકા રાહત આપવા સુરત મનપાના પદાધિકારીઓને લેખિત ભલામણ કરી સત્તાવાર નિર્ણય લેવા સૂચના આપી.
આ પણ વાંચો: ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી