ગુજરાત

gujarat

ETV Bharat / state

Rakshabandhan 2023: સુરતમાં સી.આર.પાટીલે રક્ષાબંધનની કરી ઉજવણી

સી.આર.પાટીલે રક્ષાબંધનના પર્વની બુધવારે ઉજવણી કરી હતી. આ સમયે તેમણે કહ્યું કે ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી પીએમ મોદીએ દેશની બહેનોને રાહત આપી છે. બુધવાર

ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી પીએમ મોદીએ દેશની બહેનોને રાહત આપી છે- સી.આર.પાટીલ
ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી પીએમ મોદીએ દેશની બહેનોને રાહત આપી છે- સી.આર.પાટીલ

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 8:31 AM IST

ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી પીએમ મોદીએ દેશની બહેનોને રાહત આપી છે- સી.આર.પાટીલ

સુરત: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના સ્થાને રક્ષાબંધનના પર્વની ઉજવણી બુધવારે કરી હતી. તેઓએ પોતાની બહેન સુરેખાબેન ચૌધરીથી રક્ષાની રાખડી બંધાવી હતી. સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન પર દેશભરની બહેનોને ભેટ આપી છે. ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી દેશની બહેનોને રાહત આપી છે.


"પીએમ મોદીએ રક્ષાબંધનના પર્વ પર દેશભરની બહેનોને ખાસ ભેટ આપી છે. ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી દેશભરની બહેનોને રાહત આપી છે. અગાઉ હાલ મળીને કુલ રૂપિયા 400 રાંધણ ગેસમાં રાહત આપવામાં આવી છે. જેથી ગ્રીનીઓની બજેટ જળવાઈ રહે રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાનની આ જાહેરાત તમામ બહેનો માટે ખાસ ભેટ છે."--સી. આર. પાટીલ (પ્રમુખ - ભાજપ પ્રદેશ)

રક્ષાબંધન પર્વની ઉજવણી:દેશભરમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી બુધવારે કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભદ્રકાલ હોવાથી તેઓએ રાત્રી 9:00 વાગ્યા બાદ રાખડી બંધાવવાનું નક્કી કર્યું હતું. પાટીલના નિવાસ્થાને તેમની બહેન સુરેખાબેન ચૌધરીએ તેમને રાખડી બાંધી હતી. પાર્ટીલે તમામ નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે તેમના પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. સી આર પાટીલની પુત્રી અને પુત્ર પણ હાજર રહ્યા હતા. પરિવાર સાથે તેઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

કલાકારોએ કરી ઉજવણી:બુધવારે રક્ષાબંધનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી હતી. ત્યારે ગુજરાતના કલાકારોએ પણ પોતાન ઓફિશિલ ઈન્સ્ટાગ્રામ પર તસવીર અને વીડિયો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાઓમાં વિક્રમ ઠાકોરથી લઈ યશ સોની સુધી અને ગાયક કલાકારોમાં કિર્તીદાન ગઢવીથી લઈને આદિત્ય ગઢવી સહિત પોતાના ચાહકોને શુભચ્છા પાઠવી હતી.

  1. Gujarati Artists Wished: રક્ષાબંધનના પર્વ પર ગુજરાતી કલાકારોએ ચાહકોને પાઠવી હાર્દિક શુભેચ્છા
  2. Ecofriendly Rakhi: પર્યાવરણની જાળવણી માટે છોડના બીજ મૂકેલી વાંસની રાખડીઓ બનાવાઈ

ABOUT THE AUTHOR

...view details