ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને ફરી ઇન્ફેક્શનનું જોખમ, મનપા ફોલોઅપ સેન્ટર શરૂ કરશે - બંછાનિધિ પાની

મહાનગરપાલિકા દ્વારા કોરોના કાળમાં કોવિડ સેન્ટરની સાથે સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાથી સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ હોય છે. સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.આવા લોકો માટે પાલિકા દ્વારા આ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

surat
સુરત

By

Published : Sep 28, 2020, 12:13 PM IST

સુરત : શહેરમાં કોરોનાના રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે. સુરત શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ ઊભું થયું છે. તેમજ સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય ,ફેફસા અને શ્વાસોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોવિડમાંથી સારા થયા બાદ જે તકલીફ થઈ રહી છે, તે શા માટે થાય છે, તેની માહિતી મેળવવામાં આવશે.

સુરત મનપાએ કોરોનામાં સાજા થયેલા લોકો માટે ફોલોઅપ સેન્ટર શરૂ કરશે
કોરોના કાળમાં અત્યારસુધીમાં અંદાજે 1.34 લાખ પરપ્રાંતિય શ્રમિકો પરત આવ્યા બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં રિકવરી રેટ 90 ટકા થયો છે અને મૃત્યુદર 2.5 ટકા સુધી ઘટ્યો છે. પરંતુ કેસોની સંખ્યા સતત વધી રહી છે.સુરત બહારથી શહેરમાં આવી રહેલા લોકોમાં પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે. ચેક પોઇન્ટ ,રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ચેકિંગમાં કુલ 1394માં 380 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે હીરા ઉદ્યોગ બાદ હવે ટેકસટાઈલ ઉધોગમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટેકસટાઇલ ઉધોગમાં પણ વધુમાં વધુ ટેસ્ટો શરૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details