- અલથાન વિસ્તારમાં યુદ્ધના ધોરણે કોવિડ હેલ્થ સેન્ટર નિર્માણની કામગીરી શરૂ
- 200 બેડની હોસ્પિટલ નિર્માણ કામગીરી હાલ શરૂ કરાઇ
- હર્ષ સંઘવી દ્વારા કોરોના ફેઝ વનમાં પણ સેંકડો દર્દીઓને અપાય હતી સારવાર
સુરતઃ વધી રહેલા કરોના પોઝિટિવ કેસ વચ્ચે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમની ટીમ દ્વારા માત્ર 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી હાલ શરૂ કરાઇ છે. અગાઉ પણ જ્યારે ફેઝ વનમાં કોરોના સંક્રમણ સુરતમાં વધ્યું હતું, ત્યારે પણ હર્ષ સંઘવી દ્વારા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર શરૂ કરી સેંકડો દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ VNSGUના કેમ્પસમાં રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવાશે
સુરતના અલથાન વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હોલમાં યુદ્ધના ધોરણે કોવિડ હેલ્થ સેન્ટર નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અટલ કોવિડ સેન્ટરમાં 200 બેડ ઉપલબ્ધ રહેશે અને તમામ બેડ પર ઓક્સિજનની સુવિધાઓ દર્દીઓને મળી રહેશે. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના કારણે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં બેડની અછતની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ફરી એક વખત આ કોવિડ સેન્ટર અને શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. માત્ર 72 કલાકમાં આ કોવિડ સેન્ટર તૈયાર થઈ જશે.