આ હાઇપ્રોફાઇલ કેસમાં શિલ્પા શેટ્ટીના માતા-પિતા વિરૂદ્ધ સુરતના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, સુનંદા શેટ્ટી અને તેમના પતિ સુરેન્દ્ર શેટ્ટી દ્વારા અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ અને અશરફને સુરતના કાપડ વેપારી પાસેથી બે કરોડની ખંડણી વસૂલવા માટે હવાલો સોંપ્યો હતો. જેના માટે બંનેએ વેપારીને વારંવાર ફોન કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા.
પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ: અંડરવર્લ્ડ ડોન ફજલુ અને અશરફે ત્રણ દિવસમાં 22 ધમકી ભર્યા કૉલ કર્યા - સુરત સમાચાર
સુરતઃ દસ વર્ષ જૂના ખંડણીના કેસમાંથી બચવા માટે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી તરફથી સુરત કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. પરંતુ સુરત કોર્ટે તેને રદ કરી ચાર્જફ્રેમ માટે 30મી સપ્ટેમ્બરના રોજ નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કર્યો છે. તેમજ સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
30મી સપ્ટેમ્બરના રોજ સુનંદા શેટ્ટીને સુરત કોર્ટે પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં ચાર્જફ્રેમ માટે હાજર રહેવા આદેશ આપ્યો છે. કોર્ટે દ્વારા નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરી આદેશ આપવામાં આવ્યો છે. 1મે 2003ના રોજ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રફુલ સાડીના માલિક પંકજ અગ્રવાલ દ્વારા FIR કરવામાં આવી હતી.FIRમાં જણાવ્યાનુસાર, ફરિયાદીને ફઝલુ રહેમાન અને અશરફ ખંડણી માટે વારંવાર ફોન કરતા હતા. આશરે 22થી વધુ વખત ઇન્ટરનેશનલ કૉલ પંકજના લેન્ડલાઈન અને મોબાઈલ ઉપર કર્યા હતા. બંને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તારીખ 29 માર્ચ 2003માં ફજલુએ મલેશિયાથી ફોન કરીને ખંડણીની માંગ કરી હતી. જો પૈસા નહી આપેતો મારી નાંખવાની ધમકી આપી હતી.પ્રફુલ સાડી ખંડણી કેસમાં આશરે 145 પાનાંની ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યુ હતું કે." વર્ષ 1998માં પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ સ્વીઝરલેન્ડ પેરિસ મુકામે ફિલ્મ બનાવી હતી. જેની કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નહોતી. એડ માટે અભિનેત્રીને ચાર લાખ રૂપિયા ચૂકવાયા હતા. તેમ છતાં તે બે કરોડની માંગણી કરતી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. સાથે જ નિર્ધારિત સમય કરતાં પણ વધુ સમય માટે પ્રફુલ સાડીના માલિકે આ એડ ચાલુ રાખી હોવાથી તેની રોયલ્ટીની રકમ હેઠળ વધારાના પૈસા માગી રહી છે."આ ફરિયાદમાં કુલ ચાર આરોપી છે. જેમાં સુનંદા શેટ્ટી, સુરેન્દ્ર શેટ્ટી,અશરફ અને ફજલુ. તેમની પર આરોપ છે કે, દિનેશ નારાયણ અને પદ્મનાભં નામના વ્યક્તિઓને શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીએ ફઝલુ અને અશરફને આ ખંડણીનો હવાલો આપ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી દિનેશ નારાયણ રાય સુરેન્દ્ર શેટ્ટી દિલીપ રાજારામ પદ્મનાથ ગોપાલ સુનંદા શેટ્ટી અને ફઝલુની ધરપકડ કરવામાં હતી. હાલ તમામ જામીન ઉપર છે.