ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બિલ વિનાના હીરાના વેપારમાં 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો - Check return

સુરત કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. બિલ વિના કરિયાણાનો વેપાર સમજી શકાય પણ હીરાનો વેપાર સામાન્ય નથી. બિલ વિના થતો હીરાનો વેપાર ગેરકાયદે છે. 38 લાખના હીરાની ખરીદી સામે 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો છે.

હીરાનો વેપાર
હીરાનો વેપાર

By

Published : Jul 26, 2021, 7:09 AM IST

  • બિલ વગર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે : સુરત કોર્ટ
  • લાખો રૂપિયાના હીરા ખરીદ-વેચાણ કેસમાં કોર્ટે આરોપીને આરોપ મુક્ત કર્યો
  • ફરિયાદી પાસે ડાયમંડનું કામ કરતો હોવાનો પણ પુરાવો નહિ

સુરત : ફરિયાદી પાસે હીરા વેચાણના બિલો નથી. જો ગેરકાયદેસર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે. એમ ટાંકીને લાખો રૂપિયાના હીરા ખરીદ-વેચાણ કેસમાં કોર્ટે આરોપીને આરોપ મુક્ત કર્યો છે. બિલ વગર માત્ર એક વિશ્વાસ ઉપર હીરાનો ધંધો કરતા વેપારીઓ માટે આ કેસ આંખ ઉઘાડનારો છે.

બિલ વિનાના હીરાના વેપારમાં 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો

ચેકો રિટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં ત્રણ કેસ કર્યા

વર્ષ 2014માં ફરિયાદી રાયચંદ પટેલે તન્મય ક્રિએશનના કથિત પોપ્રાઇટર પરેશ સાવલિયાને રૂપિયા 38 લાખ ઉપરાંતનો હીરાનો માલ આપ્યો હતો. જેની ચુકવણી પેટે ફરિયાદીએ ચેકો લીધા હતા. જે ચેકો રિટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં ત્રણ કેસ કર્યા હતા. જેમાં આરોપી પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયા અને હિતેશ ગાબાણી હાજર રહયા હતા.

બિલ વિનાના હીરાના વેપારમાં 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો

ફરિયાદીપાસે ડાયમંડનું કામ કરતો હોવાનો પણ પુરાવો નહિ

આ કેસમાં બચાવ આરોપી પક્ષ વકીલ અશ્વિન જોગડિયાએ ફરિયાદીની ઊલટતપાસ કરીને દલીલ રજૂ કરી હતી કે, આરોપી તન્મય તન્મય ક્રિએશનના પોપ્રાઇટર હોવાનો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. આરોપીને હીરા આપ્યા હોવાના કોઈ બિલ કે પુરાવા તથા હીરા વેચાણ માટે જરૂરી કેપિસી સર્ટિ કે હીરાની માલિકી દર્શાવતો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. જેથી આવા હીરાને બ્લડ ડાયમંડ કહેવાય. આ ઉપરાંત ફરિયાદીએ પોતે ડાયમંડનું કામ કરતા હોવાનો પણ કોઈ પુરાવો રજૂ નથી કર્યો.

બિલ વિનાના હીરાના વેપારમાં 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો

કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો

બન્ને પક્ષકારોને સાંભળ્યા પછી કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદીએ બચાવ પક્ષની ઊલટ તપાસમાં એ વાત કબૂલ રાખી છે કે, આરોપીએ હીરા લીધા હોય તે અંગે ચેક સિવાય બીજો કોઈ લેખિત પુરાવો મારી પાસે નથી. જો કોઈ વ્યક્તિ અનાજ કરિયાણાનો વેપાર કરે અને જણાવે કે બિલ, ડિલિવરી પુરવાર કરવા જરૂરી નથી તો એક તબક્કે માની પણ લઈએ. પરંતુ હીરા વેચાણ કોઈ સામાન્ય વેપાર નથી કે, કોઈ સામન્ય માલ સામાન નથી. જેથી જો ગેરકાયદેસર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે, એમ નોંધીને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details